દિલ્હીમાં ડબલ એન્જિન સરકાર! ભાજપની ઐતિહાસિક વાપસી, જીતની ઉજવણી શરૂ
February 08, 2025
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 27 વર્ષે બમ્પર બહુમતી સાથે ભાજપે ઐતિહાસિક વાપસી કરી છે. 1993માં જ્યારે પહેલીવાર ચૂંટણી થઈ ત્યારે રામમંદિર આંદોલનની લહેરમાં ભાજપે એકતરફી જીત મેળવી હતી. જો કે પાંચ વર્ષના કાર્યકાળમાં સ્થિતિ એવી હતી કે પાર્ટીને ત્રણ વખત મુખ્યમંત્રી બદલવા પડ્યા હતા. ત્યાર બાદ વર્ષ 1998માં ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી. કોંગ્રેસ સતત ત્રણ વખત દિલ્હીમાં સત્તા પર આવ્યું અને હવે આમ આદમી પાર્ટી છેલ્લા ત્રણ વખતથી સત્તામાં હતું.
ભાજપનો 27 વર્ષનો વનવાસ પૂરો થયો
આ વખતે ભાજપનો 27 વર્ષનો વનવાસ પૂરો થયો અને તેને ફરીથી દિલ્હી પર શાસન કરવાની તક મળશે. જયારે કોંગ્રેસ પણ સત્તામાં આવવામાં સખત પ્રયાસ કર્યો. તેમજ આમ આદમી પાર્ટી પણ સતત ચોથી વખત સરકારમાં આવવાનો રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો. દિલ્હીના ઇતિહાસમાં કોંગ્રેસના શીલા દીક્ષિત સૌથી લાંબા સમય સુધી એટલે કે 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે સેવા આપવાનો રેકોર્ડ ધરાવે છે. તે પછી બીજા નંબર પર અરવિંદ કેજરીવાલ છે. તેઓ લગભગ 11 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા.
દિલ્હીમાં છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો પ્રચંડ વિજય થયો હતો. 2015માં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 બેઠકો જીતી હતી. 2020ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 62 બેઠકો પર જીત હાંસલ થઈ હતી, જ્યારે ભાજપના ખાતામાં માત્ર આઠ બેઠકો ગઈ હતી. છેલ્લી બંને વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 70માંથી એક પણ બેઠક પર સફળતા મળી નથી.
દિલ્હીમાં 1993માં પહેલીવાર થઈ ચૂંટણી
દિલ્હી વિધાનસભાના ગઠન બાદ 1993માં પહેલીવાર ચૂંટણી યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જીત મળી હતી. જોકે પાંચ વર્ષમાં ભાજપને ત્રણ વખત મુખ્યમંત્રી બદલવા પડ્યા. મદનલાલ ખુરાનાએ કૌભાંડના આરોપમાં ખુરશી ગુમાવી, સાહિબ સિંહ વર્માએ મોંઘવારીના કારણે રાજીનામું આપ્યું જ્યારે સુષ્મા સ્વરાજ માત્ર બે જ મહિના મુખ્યમંત્રી રહી શક્યા.
49 દિવસની સરકાર
1998ની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો અને શીલા દીક્ષિતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. 1998થી 2013 સુધી શીલા દીક્ષિત જ દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા. જોકે 2013ની ચૂંટણીમાં 70માંથી 32 બેઠકો સાથે ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો પણ બહુમતી ન મળી. એવામાં 28 બેઠકો સાથે આમ આદમી પાર્ટીએ સાત બેઠકો ધરાવતી કોંગ્રેસના ટેકા સાથે સરકાર બનાવી.
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર માત્ર 49 દિવસ જ ચાલી શકી હતી. કેજરીવાલના રાજીનામા બાદ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું અને 2015માં ફરી ચૂંટણી યોજાઈ હતી.
Related Articles
અજિત પવાર પ્લેન ક્રેશ: આવતીકાલે અંતિમ સંસ્કાર, ફડણવીસ અને શિંદે બારામતી પહોંચ્યા
અજિત પવાર પ્લેન ક્રેશ: આવતીકાલે અંતિમ સં...
Jan 28, 2026
એવા વ્યક્તિ જે હંમેશા સત્તામાં રહ્યા... જ્યાંથી રાજકારણ શરૂ કર્યું ત્યાં જ લીધા અંતિમ શ્વાસ
એવા વ્યક્તિ જે હંમેશા સત્તામાં રહ્યા......
Jan 28, 2026
દિલ્હીમાં ચાર વર્ષ પછી જાન્યુઆરીમાં સૌથી વધુ વરસાદ, રેકોર્ડ તૂટ્યો
દિલ્હીમાં ચાર વર્ષ પછી જાન્યુઆરીમાં સૌથી...
Jan 28, 2026
વિશ્વમાં સૈન્ય મામલે સૌથી શક્તિશાળી 145 દેશોમાં ભારત ચોથા ક્રમે, પાકિસ્તાન પછડાયું
વિશ્વમાં સૈન્ય મામલે સૌથી શક્તિશાળી 145...
Jan 28, 2026
ઉપમુખ્યમંત્રી અજિત પવાર સહિત 5 લોકોના મોત : DGCA
ઉપમુખ્યમંત્રી અજિત પવાર સહિત 5 લોકોના મો...
Jan 28, 2026
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી, ઠેર ઠેર વિરોધ શરૂ; ભાજપમાં જ નેતાઓએ બાંયો ચડાવી
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી,...
Jan 27, 2026
Trending NEWS
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026