હોસ્પિટલ કન્સ્ટ્રક્શન સ્કેમ મામલે સાૈરભ ભારદ્વાજના ઘરે EDની રેડ

August 26, 2025

AAP નેતા સૌરભ ભારદ્વાજના ઘરે ઇડીએ દરોડા પાડ્યા છે. કથિત 5590 કરોડના હોસ્પિટલ નિર્માણના સ્કેમને લઇને રેડ પાડી છે. આપ નેતા સૌરભ ભારદ્વાજ પર જે સ્કેમને લઇને એક્શન લેવાયા છે તે હોસ્પિટલ નિર્માણ સ્કેમ સાથે જોડાયેલો છે. આ હોસ્પિટલ નિર્માણ સ્કેમ લગભગ 5590 કરોડનો છે.

જો કે આમ આદમી પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજના 13 સ્થળોએ ED દરોડા પાડી રહી છે. તેમના ઘરે પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. દિલ્હીની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) એ જૂનમાં ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાનો સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ AAP સરકાર દરમિયાન આરોગ્ય માળખાગત સુવિધાઓ સંબંધિત પ્રોજેક્ટ્સમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને કેસ નોંધ્યો હતો. ED એ જુલાઈમાં આ મામલે કેસ નોંધ્યો હતો.