ગુજરાતમાં 17 લોકો પર વીજળી મોત બનીને ત્રાટકી, અનેક નિર્દોષ પશુઓનો મોત
November 26, 2023

ખેડા- રાજ્યમાં સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 220 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના ભાભરમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે, પાટણના રાધનપુરમાં પણ પોણા બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. 36 તાલુકામાં એકથી પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. વંથલી, તાલાલા અને અંકલેશ્વરમાં પણ બે ઈંચ વરસાદ નોંધાયો છે.
બીજી બાજુ આજનો દિવસ ગુજરાતીઓ માટે ગોજારો સાબિત થયો છે. કમોસમી વરસાદ પડવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં મોતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં આજે કમોસમી વરસાદથી વીજળી અને વૃક્ષ પડવાની ઘટનામાં 17 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા છે. જેમાં અમરેલી, બોટાદ, વિરમગામ અને કડીમાં 4નાં મોત થયા છે, જ્યારે ભરૂચ, તાપી અને બનાસકાંઠામાં 2-2 તો સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પંચમહાલ અને મહેસાણામાં એક-એકના મોત થયા છે.
રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે અનેક જગ્યાએ વીજળી વેરણ બનીને ત્રાટકી હતી. જેથી 17 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત વીજળી પડવાથી અનેક પશુઓના પણ મોત થયાં હતા. તેમજ વીજળી પડવાથી કેટલીક જગ્યાએ આગ પણ લાગી છે. મહેસાણાના કડી, અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળા તેમજ ભરૂચ, સુરેન્દ્રનગર, સાબરકાંઠાના ઈડર, તાપી, દાહોદ, બાવળા અને વિરમગામમાં પણ વીજળી પડવાથી મોત થયાના સમાચાર સામે આવ્યાં છે. બીજી બાજુ ભારે પવનના કારણે મહેસાણામાં ઝાડ નીચે દબાઈ જતાં એક રીક્ષા ચાલકનું મોત થયું છે. વીજળી પડવાની ઘટનાથી દાહોદમાં 3, ભરૂચમાં 2, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા ,પંચમહાલ,બોટાદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 1-1 માનવ મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધી કુલ 39 પશુઓના મૃત્યુ નોંધાયા છે. સૌથી વધુ પશુ મૃત્યુ ખેડામાં 15 પશુઓના મૃત્યુ નોંધાયા છે.
બારડોલી તાલુકાના મઢી ગામમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ. ખેત મજુરી કરતી શ્રમિક મહિલાઓ ઉપર વીજળી પડી હતી. આઠ જેટલી મહિલાઓ ખેતરમાં મરચા તોડી રહી હતી, તે દરમિયાન ખેતરમાં વીજળી પડી હતી. વીજળી પડતા આઠ જેટલી મહિલાઓ દાઝી ગઈ હતી. આઠેય મહિલાઓને બારડોલીની સરદાર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ છે. જેમાં 4 મહિલાઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ. અન્ય 4 પેકી ની 1 ની હાલત ગંભીર થતા સુરત સિવિલ ખાતે ખસેડાઈ છે.
ખેડાના કઠલાલમાં વીજળી પડતાં 10 પશુઓના મોત નિપજ્યા છે. ઘોઘાવાવ ગમામાં વીજળી પડવાથી 10 બકરીઓના મોત થયા. સ્થાનિક ધારાસભ્ય રાજેશ ઝાલાને જાણ થતાં તેઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. મોસમી માવઠામાં વીજળી પડતા બકરીઓના મોત થયા. સરકારી અધિકારીઓ દ્વારા ઘટના સ્થળ પર પણ પંચનામુ કરી પશુઓના પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી.

Related Articles
સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા 14મી સુધીની તમામ પરીક્ષાઓ રદ કરાઈ
સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા 14મી સુધીની તમામ...
May 10, 2025
સાપુતારામાં વાદળ ફાટ્યું, પૂર્ણા નદીમાં પૂર જેવી સ્થિતિ, ઉનાળામાં ડાંગ જળબંબાકાર
સાપુતારામાં વાદળ ફાટ્યું, પૂર્ણા નદીમાં...
May 10, 2025
ગુજરાતના તમામ અધિકારી-કર્મચારીની રજા રદ, તાત્કાલિક ફરજ પર હાજર થવા સૂચના
ગુજરાતના તમામ અધિકારી-કર્મચારીની રજા રદ,...
May 09, 2025
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમાં 21 લોકોના મોત
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમ...
May 08, 2025
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ, અંડરપાસ છલકાયા, વાહન વ્યવહાર ઠપ
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈ...
May 07, 2025
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્રીલ શરૂ, 7:30 થી 9:00 દરમિયાન બ્લેક આઉટ યોજાશે
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્...
May 07, 2025
Trending NEWS

સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા 14મી સુધીની તમામ પરીક્ષાઓ...
10 May, 2025

પાકિસ્તાન દ્વારા સ્કૂલ-હોસ્પિટલ પર હુમલાના નિષ્ફળ...
10 May, 2025