સુરતમાં પાલનપુર પાટિયા વિસ્તારમાં પરિવારનૉ સામૂહિક આપઘાત
October 28, 2023
સુરત શહેરના અડાજણમાં આવેલા પાલનપુર પાટિયા વિસ્તારમાં સિદ્ધેશ્વરી એપાર્ટમેન્ટમાં પરિવારની સામૂહિક આપઘાતની ઘટના બની હતી. જેમાં પતિ, પત્ની, માતા, પિતા, બે બાળક અને એક બાળકી સહિત પરિવારના 7 લોકોએ આપઘાત કર્યો હતો. ફર્નિચરનાં કામકાજના કોન્ટ્રેક્ટ રાખતા મનીષ સોલંકીએ પરિવારના સભ્યોને ઝેરી પ્રવાહી પીવડાવી ફાંસો ખાઈ લીધો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતકોમાં ત્રણ બાળક છે. જે તમામની ઉંમર 8 વર્ષથી ઓછી છે. મનીષ મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી હતો. આ પરિવારે સામૂહિક આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.
આ મામલે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. સામુહિક આપઘાત મામલે તપાસ માટે સ્પેશ્યલ ટીમની રચના કરાઈ છે. DCP ઝોન 5, ACP ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ટીમનો સામેલ કરવામાં આવ્યો છે. સાથે જ ટેક્નિકલ ટીમની મદદ લેવાશે.
પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે પરિવારના 6 લોકોએ ઝેરી દવા ગટગટાવી અને એક વ્યક્તિએ ગળેફાંસો ખાધો હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ છે કે મેં લોકો સાથે સારું વર્તન કર્યું છે. પરંતુ લોકોએ મારી સાથે સારું વર્તન કર્યું નથી. આપઘાત માટે ઝેરી દવા ડિવાઇન N5 ઉપયોગ કરાયો હતો. ફોરેન્સિક પુરાવા એકત્રિત કરાયા છે.
Related Articles
પંચમહાલની વાવકુલ્લી-2 દેશની શ્રેષ્ઠ પંચાયત, મુર્મૂના હસ્તે ઍવૉર્ડ એનાયત
પંચમહાલની વાવકુલ્લી-2 દેશની શ્રેષ્ઠ પંચા...
માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન, બરફની ચાદર પથરાતાં સહેલાણીઓ ઠંડીમાં ઠુંઠવાયા
માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન, બરફની ચા...
Dec 12, 2024
ઠંડીમાં ઠુઠવાયા ગુજરાતીઓ: 72 કલાક કોલ્ડવેવની શક્યતા, વરસાદી ઝાપટાની પણ આગાહી
ઠંડીમાં ઠુઠવાયા ગુજરાતીઓ: 72 કલાક કોલ્ડવ...
Dec 10, 2024
ગુજરાતમાં શિયાળાની જમાવટઃ નલિયા 10.8 ડિગ્રી ઠંડીથી ઠુંઠવાયું, અમદાવાદમાં 13.2 ડિગ્રી સાથે નોંધાયુ લઘુતમ તાપમાન
ગુજરાતમાં શિયાળાની જમાવટઃ નલિયા 10.8 ડિગ...
Dec 09, 2024
માળિયા હાટીના નજીક બે કાર વચ્ચે અકસ્માત, વિદ્યાર્થીઓ સહિત 7ના મોત, પોલીસ કાફલો ઘટનાસ્થળે
માળિયા હાટીના નજીક બે કાર વચ્ચે અકસ્માત,...
Dec 09, 2024
અમદાવાદમાં BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ, એક લાખથી વધારે કાર્યકરો આવ્યા
અમદાવાદમાં BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ,...
Dec 08, 2024
Trending NEWS
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
12 December, 2024
12 December, 2024
11 December, 2024
11 December, 2024
Dec 13, 2024