વિશ્વનો ફિનલેન્ડ દેશ હેપ્પીનેસ ઇન્ડેક્સમાં પ્રથમ, ભારત 136મા ક્રમે

March 21, 2023

ગ્લોબલ હેપ્પીનેસ રિપોર્ટ 2023 જાહેર થઇ ગયો છે કે જેના હેઠળ વિશ્વના સૌથી વધારે હેપ્પી દેશોનું રેન્કિંગ આપવામાં આવે છે. આ યાદી પ્રમાણે ફિનલેન્ડ વિશ્વનો સૌથી વધારે હેપ્પી દેશ છે પરંતુ ટોપ-20માં એશિયાનો એક પણ દેશ નથી.

નોંધનીય છે કે ફિનલેન્ડ પાછલા છ વર્ષથી પ્રથમ ક્રમ પર જળવાઇ રહ્યું છે. આ દેશની વસ્તી 55 લાખથી વધારે છે. હેપ્પીનેસ ઇન્ડેક્સમાં ફિનલેન્ડને 7.842 પોઇન્ટ પ્રાપ્ત થયાં છે. જો કે 150 દેશોની આ યાદીમાં ભારતનું સ્થાન 136મા ક્રમ પર છે. છેલ્લી યાદીમાં ભારત 139મા સ્થાન પર હતું. વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતાં દેશની યાદીમાં ભારત બીજા ક્રમ પર છે.

હેપ્પીનેસ ઇન્ડેક્સમાં કોઇપણ દેશનો જીડીપી, ત્યાંના જીવનની ગુણવત્તા અને જીવન અપેક્ષાના આધાર પર રેન્કિંગ આપવામાં આવે છે. કોવિડકાળ એટલે કે 2020થી 2022 દરમિયાન આ રેન્કિંગ જાહેર કરવામાં આવી ન હતી. સંયુક્ત રાષ્ટ્ર સતત સમાધાન નેચવર્ક હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવેલો આ રિપોર્ટ 150થી વધારે દેશોના વૈસ્વિક સર્વેક્ષણના આંકડા પર આધારિત હોય છે. 2020થી 2022ના કિસ્સામાં પાછલા ત્રણ વર્ષના સરેરાશ ડેટાના આધારે રેન્કિંગ આપવામાં આવ્યું હતું.