અમેરિકામાં ગ્રીનબેલ્ટ પાર્કમાં વિદ્યાર્થીઓ પર ફાયરિંગ, પાંચ ઈજાગ્રસ્ત

April 20, 2024

અમેરિકાથી એક ચકચારી ઘટના સામે આવી રહી છે. અહીં આવેલા ગ્રીન બેલ્ટ મેરિલેન્ડ પાર્કમાં એકઠા થયેલા શાળાના વિદ્યાર્થીઓની ભીડમાં ગોળીબાર થયો છે. આ ફાયરિંગથી 16થી 18 વર્ષની વયના પાંચ કિશોર ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે એક વિદ્યાર્થીની હાલત ગંભીર છે. પાર્કમાં રમી રહેલા હાઈસ્કૂલના સેંકડો વિદ્યાર્થીઓ પર અચાનક ગોળીબારથી પોલીસ પણ દોડતી થઈ હતી.

ગ્રીન બેલ્ટ પોલીસના પ્રમુખના જણાવ્યા અનુસાર એક પીડિત વિદ્યાર્થીની સ્થિતિ ગંભીર છે અને એકની હાલત સ્થિર છે. પોલીસ આ ગોળીબાર કરનાર શખ્સને શોધી રહી છે. પરંતુ આમાં અન્ય પણ સામેલ હોઈ શકે તેવી પોલીસને આશંકા છે. ગોળીબાર શા માટે થયો આને લઈ હુમલાખોરનો અત્યાર સુધી કોઈ હેતુ સામે આવ્યો નથી. ચાલુ વર્ષના શરૂઆતથી અમેરિકામાં સામૂહિક ગોળીબારની આવી 120 ઘટના સામે આવી ચુકી છે.જેથી આના લીધે ચાર અથવા વધુ લોકોને ગોળી વાગી હતી.