નેપાળમાં જળપ્રલય: 362નાં મોત, 30થી વધુ દેશોના નાગરિકો લાપતા
August 28, 2026
તિબેટમાં બુધવારે ગ્લેશિયર ફાટ્યા બાદ ચીન-નેપાળ સરહદી વિસ્તારમાં ભારે તબાહી સર્જાઈ છે. પૂર અને કાટમાળની ચપેટમાં આવવાથી સેંકડો લોકોના મોત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો હજુ પણ લાપતા છે. બંને દેશોના અધિકારીઓ મુજબ, અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે અને 1,300થી વધુ લોકો લાપતા હોવાનું કહેવાય છે. લાપતા લોકોમાં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ સામેલ છે, જેઓ યા તો ટ્રેકિંગ માટે આવ્યા હતા અથવા હિન્દુઓના પવિત્ર સ્થળોની યાત્રા પર હતા.
નેપાળમાં પૂરના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુવાર સાંજે 5 વાગ્યા સુધીમાં 8 જિલ્લાઓમાંથી કુલ 359 મૃતદેહો મળી આવ્યા છે. નેપાળ પોલીસના પ્રવક્તા અબી નારાયણ કફલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સુધારેલા આંકડાની પુષ્ટિ કરી છે. તાજેતરના આંકડા અનુસાર, રસુવાથી 17, નુવાકોટથી 28, ધાદિંગથી 33, ચિતવનથી 132, ગોરખાથી 30, તનહુંથી 22, નવલપરાસી પૂર્વથી 82 અને નવલપરાસી પશ્ચિમથી 15 મૃતદેહ મળ્યા છે.
પોલીસ, સેના અને અન્ય રાહત એજન્સીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત બચાવ કામગીરી ચલાવી રહી છે અને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે.
Related Articles
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુનિયામાં ફેલાયો હાઈજેકિંગનો ભય! ઈઝરાયલે ફાઈટર જેટ્સ ઉતાર્યા
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુન...
Sep 30, 2026
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આશંકા! બંગાળની ખાડીમાં મોટી હલચલ, અતિ ભારે વરસાદની આગાહી
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આ...
Sep 21, 2026
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મુલાકાતે
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મ...
Sep 11, 2026
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે, રિસર્ચમાં ચોંકાવનારું તારણ
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ...
Sep 05, 2026
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડક્યું અમેરિકા, ટ્રમ્પના મંત્રીએ ભારતને ધમકાવ્યું
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડ...
Sep 03, 2026
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર લાગી અંતિમ મહોર
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્...
Sep 02, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026