Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

898 વિકેટ લેનારા પૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું નિધન

June 24, 2025

ભારતના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું સોમવારે (23મી જૂન) લંડનમાં 77 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નીધન થયું. સચિન તેંડુલકર સહિત ઘણાં દિગ્ગજોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 22મી ડિસેમ્બર 1947ના રોજ રાજકોટમાં જન્મેલા દિલીપ દોશીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોડેથી પ્રવેશ કર્યો હતો પરંતુ તેમની ચોકસાઈ, ધીરજ અને હવામાં બોલ સ્પિન કરવાની ક્ષમતાથી પોતાની છાપ છોડી દીધી હતી.

પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે 'X' પર લખ્યું, 'હું દિલીપ ભાઈને પહેલી વાર 1990માં બ્રિટનમાં મળ્યો હતો અને તે પ્રવાસ દરમિયાન તેમણે મને નેટમાં બોલિંગ કરી હતી. તે મને ખૂબ પસંદ કરતા હતા અને હું તેમનો ખૂબ આદર પણ કરતો હતો. દિલીપ ભાઈ એક પ્રેમાળ વ્યક્તિ હતા, તેમની ખૂબ યાદ આવશે. હું તેમની સાથે ક્રિકેટ સંબંધિત વાતચીતને યાદ કરીશ. તેમના આત્માને શાંતિ મળે. ઓમ શાંતિ.'