પંચમહાલમાં બે ખાનગી બસો વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત, 30થી વધુ લોકો ઘાયલ

November 21, 2023

પંચમહાલમાં અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. જેમાં ગોધરા-દાહોદ હાઇવે પર અકસ્માત થયો છે. તેમાં બે ખાનગી બસો વચ્ચે અકસ્માત થતા અફરાતફરી મચી ગઇ હતી. તેમજ આસપાસના લોકો અકસ્માત થતા દોડી આવ્યા હતા. તેમજ બચાવ કામગીરી શરૂ કરી હતી.

30થી વધુ લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા છે. એક લક્ઝરી બસ સાથે બીજી બસ અથડાઇ હતી. જેમાં લક્ઝરી બસ બગડતા રોડની સાઇડમાં ઉભી હતી. અન્ય લક્ઝરી બસ પાછળથી આવી અથડાઇ હતી. જેમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

પંચમહાલમાં ગોધરા દાબોદ હાઈવે પર પંચર પડતા એક ખાનગી બસ રોડ પર ઉભી હતી ત્યારે અન્ય એક ખાનગી બસ ધડાકા ભેર અથડાઈ હતી જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં મહિલા, બે બાળક સહિત ચારના મોત થયા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને 108ની મદદથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.