વૈશ્વિક શેરબજારોના સથવારે સેન્સેક્સમાં 400 પોઈન્ટનું ગાબડું, 166 શેર વર્ષના તળિયે, આઈટી-ટેક્નો શેર્સ કડડભૂસ

March 11, 2025

અમેરિકામાં મંદીના એંધાણ વચ્ચે વૈશ્વિક શેરબજારોમાં નોંધાયેલા કડાકાની અસર સ્થાનિક બજારોમાં પણ જોવા મળી હતી. સેન્સેક્સ 300 પોઈન્ટના ઘટાડે ખૂલ્યા બાદ 451.57 પોઈન્ટ તૂટ્યો હતો. 10.30 વાગ્યે 178.55 પોઈન્ટ તૂટી 73936.62 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 28.55 પોઈન્ટ તૂટી 22431.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આઈટી શેર્સ કડડભૂસ

અમેરિકામાં મંદીના સંકેત વચ્ચે આઈટી શેર્સ આજે કડડભૂસ થયા હતા. આઈટી ઈન્ડેક્સ 1.54 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. ઈન્ફોસિસ 3.28 ટકા, ટેક મહિન્દ્રા 1.38 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. એચસીએલ ટેક અને ટીસીએસ પણ રેડ ઝોનમાં ટ્રેડેડ હતા.

સ્મોલકેપ ઈન્ડેક્સ આજે ફરી 500થી વધુ પોઈન્ટના કડાકે ટ્રેડ થઈ રહ્યો છે. સ્મોલકેપ સેગમેન્ટમાં લિસ્ટેડ શેર્સ 8 ટકા સુધી ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા. માર્કેટ રેગ્યુલેટર સેબીએ એસએમઆઈ આઈપીઓમાં પારદર્શિતા વધારવા આકરા નિયમો લાગુ કરવાની જાહેરાત કરતાં બીએસઈ એસએમઈ આઈપીઓ ઈન્ડેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો હતો. 

166 શેર વર્ષના તળિયે

બીએસઈ ખાતે રોકાણકારોની મૂડીમાં બે લાખ કરોડ રૂપિયાના ગાબડાં સાથે 166 શેર વર્ષના તળિયે પહોંચ્યા હતા. જ્યારે 220 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. કુલ ટ્રેડેડ 3717 શેર પૈકી 1066 જ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે 2506 શેર રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યા છે. અમેરિકામાં મંદીના સંકેતો, બેરોજગારીના દરમાં વધારો, તેમજ ટ્રમ્પના ટેરિફ વોરથી વિશ્વમાં ટ્રેડવોરની ભીતિના પગલે વૈશ્વિક બજારો તૂટ્યા છે. ડાઉ જોન્સ 890 પોઈન્ટના કડાકે બંધ રહ્યો છે. જેના લીધે એશિયન શેર બજારો પણ આજે ઘટાડા તરફી ખૂલ્યા બાદ તૂટ્યા છે. જાપાનનો નિક્કેઈ 1.7 ટકા કડાકે ટ્રેડ થઈ રહ્યો છે. 

 

શેર છેલ્લો ભાવ ઉછાળો
SUNPHARMA 1652.65 2.55
BEL 276.29 2.02
TRENT 4889.4 1.87
BPCL 260.97 1.57
ICICIBANK 1233.95 1.57
શેર છેલ્લો ભાવ ઉછાળો
INDUSINDBK 702.65 -21.97
INFY 1645.75 -3.27
WIPRO 275.2 -2.03
BAJAJFINSV 1806.4 -1.84
TECHM 1462.55 -1.63