સેન્સેક્સ આજે 500 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી પણ 24700 પાર, બેન્કિંગ-આઈટી શેર્સમાં તેજી
May 14, 2025
શેરબજારમાં ગઈકાલે 1300 પોઈન્ટનો કડાકો નોંધાયા બાદ આજે સુધારા તરફી માહોલ જોવા મળ્યો છે. સેન્સેક્સ સુધારા તરફી ખૂલ્યા બાદ 500 પોઈન્ટ ઉછળ્યો હતો. 10.10 વાગ્યે 475.25 પોઈન્ટ છળી 81624 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી50 પણ 165.10 પોઈન્ટના ઉછાળે 24700ના મજબૂત લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. બીએસઈ ખાતે 10.11 વાગ્યા સુધીમાં 145 શેરમાં અપર સર્કિટ વાગી હતી. જ્યારે 42 શેર 52 વીક હાઈ થયા હતાં.
ભારત-પાકિસ્તાન સીઝફાયર, રિટેલ મોંઘવારીમાં ઘટાડો સહિતના સકારાત્મક પરિબળોના કારણે શેરબજારને વેગ મળ્યો છે. બીએસઈ ખાતે ઓપનિંગ સેશનમાં ટ્રેડેડ 3379 શેર પૈકી 2535માં સુધારો અને 744 શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. સેન્સેક્સ પેકમાં પણ 23 શેર ગ્રીન ઝોનમાં અને 7 શેર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ઈન્ડિયા વોલેટિલિટી ઈન્ડેક્સ VIX પણ 4.55% તૂટી 17.34 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ તમામ પરિબળો માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ હોવાનો સંકેત આપે છે.
એપ્રિલમાં રિટેલ ફુગાવો છ વર્ષના તળિયે નોંધાતાં જીડીપી ગ્રોથમાં મજબૂત ગ્રોથની શક્યતાઓ વધી છે. આરબીઆઈ દ્વારા પણ આગામી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો ઘટાડવાની અપેક્ષાઓ વધી છે. વધુમાં વૈશ્વિક સ્તરે પણ જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ, આર્થિક પડકારોમાં ઘટાડો થયો છે. જેનો શેરબજારને ટેકો મળ્યો છે. ફાર્મા સિવાય તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. જેમાં આઈટી, બેન્કિંગ શેર્સમાં મોટાપાયે વોલ્યૂમ નોંધાયા છે.
Related Articles
ચાંદીમાં અચાનક 7831, સોનામાં 2555 નો કડાકો, ક્રૂડ ઓઈલ એકઝાટકે 80 ડૉલરની નજીક
ચાંદીમાં અચાનક 7831, સોનામાં 2555 નો કડા...
Jul 08, 2026
ટ્રમ્પની એક જાહેરાતથી શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સમાં 1800 તો નિફ્ટીમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
ટ્રમ્પની એક જાહેરાતથી શેરબજારમાં ભૂકંપ,...
Jul 08, 2026
ચાંદીમાં એકઝાટકે રૂ.5500 તો સોનામાં રૂ.1000 થી વધુનો કડાકો, વાયદા બજારમાં ભૂકંપ
ચાંદીમાં એકઝાટકે રૂ.5500 તો સોનામાં રૂ.1...
Jul 01, 2026
ચાંદીમાં 51000 તો સોનામાં 17000 રૂપિયાનો કડાકો
ચાંદીમાં 51000 તો સોનામાં 17000 રૂપિયાનો...
Jun 27, 2026
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500...
Jun 23, 2026
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદીની કિંમતો પણ ઉછળી, ક્રૂડ ઓઇલમાં કડાકાનો દોર, ડૉલર સામે રૂપિયો 95 નીચે
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદ...
Jun 22, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026