મોદી સરકાર માટે રાજ્યસભાથી ગુડ ન્યૂઝ, ભાજપે એ કરી બતાવ્યું જેનાથી વધ્યું કોંગ્રેસનું ટેન્શન
August 02, 2025

ભાજપ સરકારને સંસદના ઉપલા ગૃહ રાજ્યસભમાં એક મોટો રાજકીય લાભ મળ્યો છે. આગામી 9 સપ્ટેમ્બરે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં ભાજપે રાજ્યસભામાં 100નો આંકડો પાર કરી લીધો છે, જે પાર્ટી માટે રાજકીય રીતે ખૂબ મહત્ત્વનું માનવામાં આવે છે. ભાજપની શક્તિ હવે 102 સાંસદો સુધી પહોંચી ગઈ છે, જે એપ્રિલ 2022 બાદ પહેલીવાર થયું છે. આ વૃદ્ધિ ત્રણ નામાંકિત સભ્યોની ભાજપમાં સામેલ થવાના કારણે મળી છે. જે સિનિયર વકીલ ઉજ્ડવલ નિકમ, પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા અને કેરળના સમાજસેવક સી સદાનંદન માસ્ટર છે. રાજ્યસભાની હાલની શક્તિ 240 સાંસદોની છે, જેમાં 12 નામાંકિત સભ્યો પણ સામેલ છે અને 5 બેઠકો ખાલી છે. એવામાં ભાજપની એકલા પાસે 102 સાંસદ છે. જોકે, એનડીએ ગઠબંધનની કુલ સંખ્યા વધીને 134 થઈ ગઈ છે, જે બહુમત માટે 121ના આંકડાથી ઘણી વધારે છે. 31 માર્ચ, 2022ના દિવસે 13 રાજ્યસભાની બેઠકોના ચૂંટણી પરિણામ જાહેર કર્યા બાદ ભાજપ ભારતીય ઈતિહાસમાં સંસદના ઉપલા ગૃહમાં 100થી વધુ સાંસદોવાળી બીજી પાર્ટી બની ગઈ છે. આ પહેલાં 1988 અને 1990 વચ્ચે કોંગ્રેસને આ ગૌરવ મળ્યું હતું. ઉજ્જવલ નિકમઃ 26/11 મુંબઈ આતંકી હુમલામાં અજમલ કસાબને સજા અપાવનારા સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર. 2016માં પદ્મશ્રીથી સન્માનિત. 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર લડ્યા હતા જોકે, ત્યારે હારનો સામનો કરવો પડ્યો હતો. હર્ષવર્ધન શ્રૃંગલાઃ 2020થી 2022 સુધી ભારતના વિદેશ સચિવ રહ્યા હતા. તે G20 સમિટ 2023ના ચીફ કોઓર્ડિનેટર પણ રહ્યા હતા. અમેરિકા અને બાંગ્લાદેશમાં ભારતના રાજૂદત તરીકે પણ કામ કરી ચુક્યા છે. સી સદાનંદન માસ્ટરઃ કેરળના ચર્ચિત સમાજસેવક અને શિક્ષક. 1994માં હિંસામાં તેમના પગ કાપી નાંખવામાં આવ્યા હતા, જેનો આરોપ સીપીએમ કાર્યકર્તાઓ પર લાગ્યો હતો. 2016માં ભાજપની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.
Related Articles
પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા, દુષ્કર્મ કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યો હતો
પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા, દુષ્ક...
Aug 02, 2025
'મહાદેવના આશીર્વાદથી દીકરીઓના સિંદૂરનો બદલો લીધો', વારાણસીમાં PM મોદીનું મોટું નિવેદન
'મહાદેવના આશીર્વાદથી દીકરીઓના સિંદૂરનો બ...
Aug 02, 2025
બિહારમાં કોંગ્રેસે ચોંકાવ્યાં, ચૂંટણી લડવા કર્ણાટક-તેલંગાણા જેવા પ્લાન પર વ્યૂહનીતિ ઘડી?
બિહારમાં કોંગ્રેસે ચોંકાવ્યાં, ચૂંટણી લડ...
Aug 02, 2025
ઝારખંડના શિક્ષણ મંત્રી બાથરૂમમાં લપસી પડ્યાં, માથામાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ
ઝારખંડના શિક્ષણ મંત્રી બાથરૂમમાં લપસી પડ...
Aug 02, 2025
પીએમ મોદીએ કાશીને વિવિધ વિકાસના કાર્યોની લગભગ 2200 કરોડની ભેટ આપી
પીએમ મોદીએ કાશીને વિવિધ વિકાસના કાર્યોની...
Aug 02, 2025
હવામાનને કારણે સ્થગિત કરવી પડેલી કેદારનાથ યાત્રા ફરી શરૂ
હવામાનને કારણે સ્થગિત કરવી પડેલી કેદારના...
Aug 02, 2025
Trending NEWS

02 August, 2025

02 August, 2025

02 August, 2025

02 August, 2025

01 August, 2025

01 August, 2025

01 August, 2025

01 August, 2025

01 August, 2025

01 August, 2025