પીએમ મોદીએ કાશીને વિવિધ વિકાસના કાર્યોની લગભગ 2200 કરોડની ભેટ આપી

August 02, 2025

PM મોદી આજે કાશીની મુલાકાતે છે. પીએમ મોદીએ કાશીને વિવિધ વિકાસના કાર્યોની લગભગ 2200 કરોડની ભેટ આપી છે. પીએમ મોદીએ કાશીથી દેશના 9.70 કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો જાહેર કર્યો છે. તે બાદ પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર હું કાશી આવ્યો છું, તેમણે કહ્યું કે દિકરીઓનુ સિંદૂર છીનવી લેનાર સામે બદલો લેવાનું નક્કી કર્યુ હતું તે મે બદલો પુરો કર્યો છે. જે મહાદેવના આશીર્વાદથી શક્ય બન્યુ. 

પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે ઓપરેશન સિંદૂર જવાનોના પરાક્રમથી સફળ થયું.  ઓપરેશન સિંદૂર પછી હું પહેલી વાર કાશી આવ્યો છું. પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા 26 નિર્દોષ નાગરિકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી... મારું હૃદય દુ:ખથી ભરેલું હતું... મેં દીકરીઓના સિંદૂરનો બદલો લેવાનો સંકલ્પ લીધો હતો, અને મેં મહાદેવના આશીર્વાદથી તે પૂર્ણ કર્યો. હું ઓપરેશન સિંદૂરની સફળતા મહાદેવના ચરણોમાં સમર્પિત કરું છું