ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ ભારત પરત આવ્યા બાદ સરકારની કાર્યવાહી, કબૂતરબાજોમાં ફફડાટ
February 07, 2025

કરનાલ : હરિયાણાના યુવકોને ડંકી રૂટથી અમેરિકા મોકલનારા એજન્ટો પર પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. હરિયાણાના કરનાલના ચાર એજન્ટ્સ વિરુદ્ધ ઇમિગ્રેશન ઍક્ટ હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. ખાનગી ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, તાજેતરમાં અમેરિકામાંથી ડિપોર્ટ કરાયેલા 104 લોકોમાં સામેલ ત્રણ લોકોએ આ એજન્ટ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર, કરનાલના મધુબન, રામનગર અને અસંધ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાયો છે. 104 ભારતીય ડિપોર્ટ થઈને આવ્યા છે, જેમાં 33 લોકો હરિયાણાના સામેલ છે. જેમાં હરિયાણાના કરનાલ જિલ્લાના 7 લોકોનો સમાવેશ થાય છે. પોલીસે આ મામલે કરનાલના આકાશ અને સુમિતની ફરિયાદ પર ચાર એજન્ટ્સ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ એજન્ટ્સ પર ફ્રોડ અને ઇમિગ્રેશન એક્ટ લગાવવામાં આવ્યો છે.
આકાશ અને સુમિત સહિત હરિયાણાના 33 લોકોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા છે. તેને 5 ફેબ્રુઆરીએ અમેરિકન એરફોર્સના વિમાનમાં હાથ-પગ બાંધીને અમૃતસર એરપોર્ટ પર લવાયા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આ 33 લોકો પાસેથી એજન્ટ્સ દ્વારા અંદાજિત 15 કરોડ રૂપિયા પડાવવામાં આવ્યા છે, જેમાં તેમને અમેરિકામાં નોકરી સુધીની લાલચ આપવામાં આવી. જો કે, લગભગ તમામ મેક્સિકો બોર્ડરની દિવાલ પાર કરીને અમેરિકામાં પહોંચતા જ એરેસ્ટ થઈ ગયા. કરનાલના ડીએસપી રાજીવ કુમારે માહિતી આપી છે કે, છેલ્લા એક વર્ષમાં લગભગ 144 કેસ દાખલ થયા છે અને 83 કબૂતરબાજોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો લોકોને લાલચ આપીને અથવા ગેરકાયદેસર રીતે વિદેશ મોકલે છે. સાથે જ 37 વિરૂદ્ધ લુક આઉટ નોટિસ પણ જાહેર કરાઈ છે. પોલીસ દ્વારા ધરપકડની કાર્યવાહી સતત ચાલી રહી છે, જેમાં દિલ્હી, હરિયાણા અને પંજાબના કબૂતરબાજ સામેલ છે.
Related Articles
દરેક મૃતકના પરિવારને રૂ.1 કરોડ આપશે : ટાટા ગ્રૂપ, ઈજાગ્રસ્તોનો ખર્ચ પણ ઉઠાવશે
દરેક મૃતકના પરિવારને રૂ.1 કરોડ આપશે : ટા...
Jun 12, 2025
અમદાવાદમાં પ્લેન ક્રેશ : તમામ 242 મુસાફરોના મોતની આશંકા, કોઈના બચવાની આશા નહીં
અમદાવાદમાં પ્લેન ક્રેશ : તમામ 242 મુસાફ...
Jun 12, 2025
અમદાવાદમાં ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ પર વિમાન અથડાયું
અમદાવાદમાં ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ પર વ...
Jun 12, 2025
અમદાવાદ પ્લેન ક્રેશ | 169 ભારતીય, 53 બ્રિટિશ મુસાફરો હતા
અમદાવાદ પ્લેન ક્રેશ | 169 ભારતીય, 53 બ્ર...
Jun 12, 2025
અમદાવાદ-લંડન ફ્લાઇટ દુર્ઘટના: 50થી વધુના મૃતદેહ મળ્યા, ફ્લાઇટમાં મોટાભાગના ગુજરાતી મુસાફરો
અમદાવાદ-લંડન ફ્લાઇટ દુર્ઘટના: 50થી વધુના...
Jun 12, 2025
અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિમાનમાં હતા
અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના, પૂર્વ...
Jun 12, 2025
Trending NEWS

11 June, 2025

11 June, 2025

11 June, 2025

11 June, 2025

11 June, 2025

11 June, 2025

11 June, 2025

11 June, 2025

11 June, 2025

11 June, 2025