બીલીમોરામાં ટ્રેનની અડફેટે બે યુવકોના મોત

March 11, 2025

નવસારી : નવસારીનાં બીલીમોરા રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતા બે યુવકનાં મોત નીપજ્યા હતા. પોલીસે મૃતદેહોની ઓળખ કર્યા વિના જ અંતિમ સંસ્કાર કર્યા હોવાનો પરિવારજનોએ આરોપ કર્યો છે. જ્યારે પોલીસનું કહેવું છે કે, મૃતદેહો ડિકમ્પોઝ હાલતમાં હોવાથી અંતિમક્રિયા કરવી જરૂરી હોવાનું. હાલ આ મામલે મૃતકોનાં પરિવારજનોએ યોગ્ય તપાસ અને ન્યાયની માગ કરી છે.

મળતી માહિતી અનુસાર, બીલીમોરા પોલીસે વિવાદમાં સપડાઈ હોય તેવી ઘટના સામે આવી છે. જાણાવી દઈએ કે બીલીમોરા રેલવે સ્ટેશન પર ટ્રેનની ટક્કરે બે યુવકનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યા હતા. જો કે, મૃતક યુવકના પરિવારજનોનો આરોપ છે કે પોલીસે મૃતકોની ઓળખ કર્યા વિના જ અંતિમ સંસ્કાર કરી દીધા. પોલીસે ઓળખ કરવા વગર 24 કલાક પણ રાહ ના જોઈ અંતિમક્રિયા કરતા મૃતકનાં પરિવારમાં ભારે આક્રોશ છે. પોલીસની બેદરકારી બદલ SPને રજૂઆત કરાશે તેમ પરિવારે જણાવ્યું હતું. PI સામે કડક પગલાં ભરવા પરિવારજનોએ માગ ઉચ્ચારી છે.