પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક, 214 નાગરિકોને બંધક બનાવાયા

March 12, 2025

બલૂચિસ્તાન, પાકિસ્તાનમાં, બલૂચ લિબરેશન આર્મી (BLA) એ જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરી હતી અને 214 પાકિસ્તાની નાગરિકોને બંધક બનાવ્યા હતા. બંધકોમાં સેનાના જવાનો, અર્ધલશ્કરી દળો, પોલીસ અને ગુપ્તચર એજન્સીઓનો પણ સમાવેશ થાય છે. 

BLAએ દાવો કર્યો છે કે પાકિસ્તાનના 30થી વધુ સૈનિકો માર્યા ગયા છે. હવે BLAએ પાકિસ્તાનની જેલોમાં બંધ બલૂચ કેદીઓને મુક્ત કરવા માટે શાહબાઝ શરીફ સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો કે, પાકિસ્તાની આર્મી-પોલીસે હજુ સુધી આ ઘટનાક્રમ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.

પાકિસ્તાનના બલૂચિસ્તાનના ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનને મંગળવારે BLA વિદ્રોહીઓએ હાઇજેક કરી લીધી હતી. આ બળવાખોરોની ચુંગાલમાંથી બંધકોને છોડાવવા માટે સેનાએ ઓપરેશન શરૂ કર્યું છે. આ સમગ્ર મામલે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે મુશ્કેલ પ્રદેશ હોવા છતાં પણ અમારા સૈનિકો બહાદુરીથી બંધકોને બચાવવામાં લાગેલા છે.