સામંથા અને દિગ્દર્શક રાજ વચ્ચે અફેરની અફવા ચગી

March 11, 2025

મુંબઇ : સામંથા રૂથ પ્રભુ અને દિગ્દર્શક રાજ નિદિમોરુ ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા ને ફરી બળ મળ્યું છે. બન્નેએ 'સિટાડેલ ઃ  હની બની'માં સાથે કામ કર્યું હતું. હવે તેો ફરી એક મિત્રની બર્થ ડે પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા તેમજ તસવીરકારોને સાથે પોઝ પણ આપ્યો હતો. જોકે સામંથા તેમજ રાજ નિદિમોરુએ તેમના સંબંધ વિશે કોઇ સ્પષ્ટતા કરી નથી.  સામંથા અને રાજ નિદિમોરુ ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા અભિનેત્રીએ એક સ્પોર્ટસ ઈવેન્ટની  તસવીરો  સોશિયલમીડિયા પર શેર કરી હતી ત્યારથી થઈ રહી છે.  ઉલ્લેખનીય છ ેકે, સામંથાએ અગાઉ નાગા ચૈતન્યા સાથે લગ્ન કર્યા હતા અને તેમણે ૨૦૨૧માં છૂટાછેડા લઇ લીધા છે. હવે નાગા ચૈતન્યા શોભિતા ધુલીપાલા સાથે લગ્ન કરી લીધાં છે. હવે સામંથાએ પણ નવો સાથી શોધી લીધો હોવાનું મનાય છે.