કેનેડા સામે 50% ટેરિફ ઝીંકવાનો આદેશ અટકાવ્યો, ડોનાલ્ડ ટ્રમ્પની ફરી ગુલાંટ!
March 12, 2025

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી પાછી ગુલાંટ મારી છે. 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદથી તેઓ સતત કેનેડા, મેક્સિકો, ચીન સહિત વિશ્વના અન્ય દેશો પર ટેરિફ લાગુ કરવાની જાહેરાતો કરી રહ્યા છે, તેમાં
અલ્ટીમેટમ પણ આપી રહ્યા છે. પરંતુ આ અલ્ટીમેટમનો અમલ કરી રહ્યા નથી. ટ્રમ્પે ફરી પાછી કેનેડામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 50 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય સ્થગિત કર્યો છે. બંને દેશો વચ્ચે ટ્રેડવોર
અંગે સવાલો અને અનિશ્ચિતતાઓના કારણે ટ્રમ્પે કેનેડા પર આ ટેરિફનો અમલ થતો અટકાવ્યો હોવાનું ડોનાલ્ડ ટ્રમ્પના વરિષ્ઠ આર્થિક સલાહકારે જણાવ્યું છે.
મીડિયા ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પના વરિષ્ઠ આર્થિક સલાહકાર પીટર નવારોએ જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા કેનેડા પર 12 માર્ચ, બુધવારે લાગુ થવા જઈ રહેલો ટેરિફ નિર્ણય હાલ અટકાવ્યો છે. નવોરાનું આ નિવેદન કેનેડાના
ઓન્ટારિયોના વડાપ્રધાન ડગ ફોર્ડ દ્વારા અમેરિકાની વિજ નિકાસ પર લાગુ સરચાર્જ કામચલાઉ ધોરણે રદ કરવાની જાહેરાત બાદ આવ્યું છે.
ટ્રમ્પની ટેરિફ નીતિનો વિશ્વના તમામ દેશો આકરો જવાબ આપવા તૈયાર છે. કેનેડા, ચીન અને મેક્સિકોએ અમેરિકાના ટેરિફ પર સામો ટેરિફ લાદવાની તૈયારીઓ દર્શાવી છે. અન્ય દેશોની આ તૈયારીઓના કારણે ટ્રમ્પ સરકાર
વારંવાર ટેરિફ લાગુ કરવાની નીતિ પર યુ ટર્ન લેવા મજબૂર બની છે. ઉલ્લેખનીય છે, ટ્રમ્પે કેનેડામાંથી સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ડ્યુટી 25 ટકાથી વધારી 50 ટકા કરવાનું નિવેદન આપ્યું હતું. જે બુધવારે 12
માર્ચથી લાગુ થવાની હતી. પરંતુ નવારોએ તેને પરત ખેંચી હોવાની જાહેરાત કરી છે.
કેનેડાના નવા વડાપ્રધાનનું આક્રમક વલણ
જસ્ટિન ટ્રુડોના સ્થાને કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીએ અમેરિકાની ટેરિફ નીતિ પર આક્રમક વલણ દર્શાવ્યું છે. કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ટ્રમ્પની ધમકીઓ પર કાર્નીએ આકરી પ્રતિક્રિયા આપી છે કે,
કોઈ છે, જે અમારી અર્થવ્યવસ્થાને નબળી બનાવવા માગે છે. આપણે જાણીએ છીએ કે, ટ્રમ્પે અમારી પ્રોડક્ટ્સ પર અયોગ્ય ટેરિફ લાદ્યો છે. જેનાથી કેનેડાના લાખો પરિવાર, મજૂર વર્ગ અને બિઝનેસ પર અસર થઈ રહી છે.
પણ અમે તેમને સફળ થવા દઈશું નહીં.
અમેરિકામાં એલ્યુમિનિયમની 50 ટકા આયાત કેનેડામાંથી
દેશ આયાત
કેનેડા 3.2 મિલિયન
યુએઈ 0.3 મિલિયન
ચીન 0.2 મિલિયન
સાઉથ કોરિયા 0.2 મિલિયન
આર્જેન્ટિના 0.2 મિલિયન
ભારત 0.2 મિલિયન
Related Articles
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફાયરિંગ, ગત અઠવાડિયે જ થયું હતું ઓપનિંગ
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફાયરિંગ,...
Jul 10, 2025
કેનેડામાં ભયાનક દુર્ઘટના, હવામાં જ સામસામે અથડાયા બે પ્લેન, ભારતીય પાયલટ સહિત બેના મોત
કેનેડામાં ભયાનક દુર્ઘટના, હવામાં જ સામસા...
Jul 10, 2025
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જેવી કંપનીઓ સામે ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ...
Jun 30, 2025
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના સૂત્રધાર પ્રિન્સની CBIએ મુંબઈથી કરી ધરપકડ
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના...
Jun 28, 2025
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વેપાર સંબંધનો અંત આણ્યો
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વ...
Jun 28, 2025
Trending NEWS

09 July, 2025

09 July, 2025
09 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025