Breaking News :
સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બંને બાળકો સારવાર હેઠળ બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું '124 વર્ષની મહિલા ફર્સ્ટ ટાઈમ વોટર', કોણ છે મિંતા દેવી જેમની તસવીરવાળી ટીશર્ટ પહેરી વિપક્ષે કર્યો વિરોધ 'અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા', રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના 'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

'મને તો ખબર જ નહોતી, હું તપાસ કરાવીશ...' રશિયાથી આયાત અંગે ભારતે અરિસો બતાવતાં ટ્રમ્પનું મોઢું પડી ગયું!

August 06, 2025

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વિદેશ મંત્રાલય (MEA) ના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા અને યુરોપે રશિયા પાસેથી ઓઈલ આયાત કરવા માટે ભારતને નિશાન બનાવ્યું છે, જ્યારે અમેરિકા પોતે રશિયા પાસેથી યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ, પેલેડિયમ, ખાતરો અને રસાયણોની આયાત કરી રહ્યું છે. આ વાત અંગે ભારતે ફોડ પાડતાં ટ્રમ્પનું મોઢું પડી ગયું અને તેમણે કહ્યું કે , "મને તો આ વાતની ખબર જ નહોતી, હું તેની તપાસ કરીશ." ભારતના વિદેશ મંત્રાલયે મંગળવારે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી, અમેરિકા અને યુરોપિયન યુનિયને ભારત દ્વારા રશિયા પાસેથી ઓઈલ ખરીદવા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તે સમયે અમેરિકાએ પોતે ભારતને આવી આયાત ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યું હતું જેથી વૈશ્વિક ઊર્જા બજારમાં સ્થિરતા રહે. ભારતના વિદેશ મંત્રાલયે ટ્રમ્પને અરીસો બતાવ્યો હતો કે અમેરિકાએ તેના પરમાણુ ઉદ્યોગ માટે રશિયા પાસેથી યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ, તેના EV ઉદ્યોગ માટે પેલેડિયમ અને ખાતરો તેમજ રસાયણોની આયાત ચાલુ રાખી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આવી સ્થિતિમાં ભારતને નિશાન બનાવવું અયોગ્ય અને અવ્યવહારુ છે. કોઈપણ મોટી અર્થવ્યવસ્થાની જેમ, ભારત તેના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષાના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેશે.