કેદી યોદ્ધા દ્વારા લોરેન્સ બિશ્નોનું એન્કાઉન્ટર કરાય તો તેને એક કરોડ રૂપિયાનું ઈનામ

October 27, 2024

લોરેન્સ બિશ્નોઈના એન્કાઉન્ટરને લઈને કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતે કરી વધુ એક જાહેરાત


દિલ્હી ઃ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના એન્કાઉન્ટર કરવા પર ઈનામની જાહેરાત કર્યા બાદથી ક્ષત્રિય કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત વધુ ચર્ચામાં આવ્યા છે. રાજ શેખાવતે 1,11,11,111 રૂપિયા લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરવા પર પોલીસ કર્મચારીને ઈનામ આપવાની વાત કરી હતી. ત્યારબાદ હવે રાજ શેખાવતે વધુ એક જાહેરાત કરી છે. રાજ શેખાવતે સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને કહ્યું છે કે, સાબરમતી જેલમાં બંધ કેદી યોદ્ધા દ્વારા જો આતંકવાદી લોરેન્સ બિશ્નોનું એન્કાઉન્ટર કરવામાં આવશે, તો તેને પણ એક કરોડ રૂપિયાનું ઈનામ ક્ષત્રિય કરણી સેના દ્વારા આપવામાં આવશે.' લોરેન્સ બિશ્નોઈ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી ચૂક્યો છે. થોડા દિવસ અગાઉ એનસીપી નેતા બાબા સિદ્દિકીની હત્યા થઈ હતી, તેની પણ જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી છે. ગેંગેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે, સલમાન ખાનના સમર્થનમાં ઉભેલા તમામ લોકોએ આ અંજામ ભોગવવો પડશે.


જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના એન્કાઉન્ટર કરવા પર ઈનામની જાહેરાત કર્યા બાદથી ક્ષત્રિય કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત વધુ ચર્ચામાં આવ્યા છે. રાજ શેખાવતે 1,11,11,111 રૂપિયા લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરવા પર પોલીસ કર્મચારીને ઈનામ આપવાની વાત કરી હતી. ત્યારબાદ હવે રાજ શેખાવતે વધુ એક જાહેરાત કરી છે. રાજ શેખાવતે સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને કહ્યું છે કે, 'મેં જે પુરસ્કારની રકમની જાહેરાત કરી છે, તે પુરસ્કારની રકમ એન્કાઉન્ટર પર પોલીસ કર્મચારીઓને અપાશે. સાથો સાથ સાબરમતી જેલમાં બંધ કેદી યોદ્ધા દ્વારા જો આતંકવાદી લોરેન્સ બિશ્નોનું એન્કાઉન્ટર કરવામાં આવશે, તો તેને પણ એક કરોડ રૂપિયાનું ઈનામ ક્ષત્રિય કરણી સેના દ્વારા આપવામાં આવશે.'


આ વાયરલ વીડિયોમાં રાજ શેખાવતે જણાવ્યું કે, મને ફક્ત એટલી ખબર છે કે, આપણી ધરોહર પરમ આદરણીય અમર શહીદ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા લોરેન્સ બિશ્નોઈએ કરી હતી. જે પોલીસકર્મી લોરેન્સ બિશ્નોઈનું એનકાઉન્ટર કરશે તેને કરણી સેના તરફથી ઈનામ પેટે 1 કરોડ 11 લાખ 11 હજાર 111 રૂપિયા આપવામાં આવશે. તેમજ તે બહાદુર પોલીસના પરિવારની સુરક્ષા અને સંપૂર્ણ વ્યવસ્થાઓનું દાયિત્વ પણ અમારૂ રહેશે. 

ગત વર્ષે 5 ડિસેમ્બરે સુખદેવ સિંહ ગોગામેડીની તેમના ઘરે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં રાજ શેખાવતને પણ ગેંગના અમુક સાગરિતો તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.
લોરેન્સ બિશ્નોઈ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી ચૂક્યો છે. થોડા દિવસ અગાઉ એનસીપી નેતા બાબા સિદ્દિકીની હત્યા થઈ હતી, તેની પણ જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી છે. ગેંગેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે, સલમાન ખાનના સમર્થનમાં ઉભેલા તમામ લોકોએ આ અંજામ ભોગવવો પડશે.