કેનેડામાં પણ દક્ષિણ કોરિયા જેવી જ વિમાન દુર્ઘટના, લેન્ડિંગ સમયે જ લાગી આગ

December 30, 2024

હેલિફેક્સ  : દક્ષિણ કોરિયામાં ભયાનક વિમાન દુર્ઘટનાના થોડા સમય બાદ કેનેડામાં આ પ્રકારની દુર્ઘટના થતાં થતાં રહી ગઈ છે. એર કેનેડાનું વિમાન હેલિફેક્સ એરપોર્ટ પર રનવે પરથી ઉતરી ગયું હતું. લેન્ડિંગ દરમિયાન પ્લેનમાં આગ લાગી હતી અને તેનું લેન્ડિંગ ગિયર તૂટી ગયું હતું. જો કે માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના સમચાર નથી. થોડો સમય પહેલા જ દક્ષિણ કોરિયામાં લેન્ડિંગ દરમિયાન પ્લેન એરપોર્ટની વાડ સાથે અથડાયું હતું જે બાદ જોરદાર આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં મુસાફરોના મોત થયા હતા. 

હાલમાં જ કેનેડામાં થયેલી આ દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમા જોઈ શકાય છે કે, વિમાનની પાંખ રનવે પર ઘસાઈ રહી છે અને તેમાંથી તણખા ઉડી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ વિમાન પાલ એરલાઈન્સનું છે. 

એર કેનેડાની ફ્લાઈટ AC 2259 સેન્ટ જોન્સ અને હેલિફેક્સ વચ્ચે ઉડાન ભરી રહી હતી. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ હોવાના સમાચાર નથી. અન્ય એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પ્લેનની અંદરનો ભાગ દેખાઈ રહ્યો છે. આમાં મુસાફરો ગભરાયેલા જોવા મળી રહ્યા છે.