રાજકોટ જિલ્લામાં 27 પૈકી 11 જળાશયોમાં નવા નીર આવ્યા
August 26, 2024
રાજકોટ શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદના પગલે જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. જેમાં રાજકોટ જિલ્લામાં 27 પૈકી 11 જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. 0.16 થી લઇ 4.92 ફૂટ નવા નીરની આવક થઇ છે. જેમાં ભાદર ડેમમાં 0.66 ફૂટ, આજી-1 ડેમમાં 1.31 ફૂટ તથા સુરવો ડેમમાં 0.16 ફૂટ અને ગોંડલી ડેમમાં 2.95 ફૂટ પાણીની આવક થઇ છે.
વાછપરી ડેમમાં 2.82 ફૂટ, વેરી ડેમમાં 0.92 ફૂટ, ન્યારી-1 ડેમમાં 1.15 ફૂટ, ફાડદંગ ડેમમાં 1.97 ફૂટ, લાલપરી ડેમમાં 2.82 ફૂટ, કરમાળ ડેમમાં 4.92 ફૂટ તથા કર્ણુકી ડેમમાં 0.33 ફૂટ નવા નીરની આવક થઇ છે. તેમજ ભાદર 1 ડેમનો એક દરવાજો 0.533 મીટર ખોલવામાં આવ્યો છે. તેમજ છપરવાડી ડેમનો એક દરવાજો 0.3 મીટર ખોલવામાં આવ્યો છે. અને ન્યારી 2 ડેમના 3 દરવાજા 1.2 મીટર ખોલવામાં આવ્યા છે. ડોંડી ડેમનો એક દરવાજો 0.3 મીટર ખોલવામાં આવ્યો તથા સોડવદર ડેમનો 0.05 મીટરથી ઓવરફ્લો થયો છે.
Related Articles
Trending NEWS
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024