પ્રયાગરાજના મહાકુંભ વિસ્તારમાં ભીષણ આગની દુર્ઘટના, આગનું કારણ અકબંધ
April 19, 2025

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના મહાકુંભ વિસ્તારમાં ભીષણ આગની દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. પ્રયાગરાજના મહાકુંભ વિસ્તારમાં શાસ્ત્રી બ્રિજ પાસેના લલ્લજુ ટેન્ટ હાઉસના સ્ટોર રૂમમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટના બની. પરેડ ગ્રાઉન્ડમાં લલ્લુજી ટેન્ટ હાઉસનો સ્ટોર આવેલો છે અને ત્યાં મોટી માત્રામાં વાંસની લાકડીઓ, તંબુઓ અને અન્ય સામગ્રી રાખવામાં આવી હતી. વાંસની લાકડીઓના લીધે સામાન્ય આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.
લલ્લુજી ટેન્ટ હાઉસમાં આગ લાગવાની માહિતી મળતાં જ ફાયરબ્રિગેડની ગાડીઓ બનાવસ્થળ પર પંહોચી ગઈ. ફાયરફાયટરો દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસો કરવામાં આવ્યો છે. ટેન્ટ હાઉસમાં વાંસની સામગ્રીના કારણે આગ એટલી ભીષણ બની કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહાકુંભ વિસ્તારમાં સંગમ ક્ષેત્રમાં લાગેલ ભીષણ આગને પગલે અધિકારીઓ પણ દોડતા થયા છે.
હાલમાં આગનું લાગવાનું કારણ જાણવા મળ્યું નથી તેમજ આગમાં કેટલો માલસામાનને નુકસાન થયું અને કેટલી સામગ્રી બળીને રાખ થઈ ગઈ તે પણ જાણી શકાયું નથી. અધિકારીઓની એક ટીમ ઘટના સ્થળ પર પંહોચી અને ફાયરફાયટરો દ્વારા રાહત કાર્ય ચાલી રહ્યું છે. આગ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
Related Articles
દિલ્હીના મુસ્તફાબાદમાં બિલ્ડિંગ ધરાશાયી થતા અત્યાર સુધીમાં 11 લોકોના મોત, 4 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ
દિલ્હીના મુસ્તફાબાદમાં બિલ્ડિંગ ધરાશાયી...
Apr 19, 2025
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ નેતાની હત્યા, ભારતે ફટકાર લગાવતા કહ્યું- હવે બહાના બંધ કરો
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ નેતાની હત્યા...
Apr 19, 2025
જગન રેડ્ડીના રૂ. 27.5 કરોડના શેર, દાલમિયા સિમેન્ટની રૂ. 793 કરોડની જમીન ટાંચમાં
જગન રેડ્ડીના રૂ. 27.5 કરોડના શેર, દાલમિય...
Apr 19, 2025
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા જ મકાનો ગેરકાયદે? યુપીના હાપુડમાં ખાલી કરવા નોટિસ
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા જ મકા...
Apr 19, 2025
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં મોદી સરકારના 3 મંત્રીઓ સામેલ, જેમાં એક છે PM મોદીના 'ખાસ'
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં મોદી સ...
Apr 19, 2025
યુપીમાં અજબ કૌભાંડ: મૃત ભાઈના નામે ભાઈએ 26 વર્ષ નોકરી કરી, પત્ની પેન્શન પણ લેતી રહી
યુપીમાં અજબ કૌભાંડ: મૃત ભાઈના નામે ભાઈએ...
Apr 19, 2025
Trending NEWS

19 April, 2025

19 April, 2025

19 April, 2025

19 April, 2025

19 April, 2025

19 April, 2025

19 April, 2025

19 April, 2025

19 April, 2025

19 April, 2025