જમાઈ સાથે ભાગેલ સાસુનો પત્રકારો પર રુઆબ, 'મોબાઈલ તોડવાની આપી ધમકી'

April 19, 2025

ઉત્તરપ્રદેશના અલગીઢમાંથી જમાઈ અને સાસુ સાથે ભાગવાના કિસ્સાઓ દેશભરમાં ઉહાપોહ મચાવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સાસુ-જમાઈના પ્રેમપ્રકરણ મીડિયાની હેડલાઈનમાં સતત ચર્ચામાં જોવા મળી રહ્યું છે. દિકરીના માંડવો બંધાતો હતો અને જમાઈ સાથે સાસુ ભાગી જતા પરિવાર અને ગામના લોકો સહિત દેશભરના લોકો માતાના કામની નિંદા કરી રહ્યા છે.

દિકરીના પિતાની ફરિયાદ બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે ભાગી ગયેલ સાસુ અને જમાઈની શોધખોળ હાથ ધરી હતી. પોલીસ આ કેસમાં ઘણા લોકોની પૂછપરછ કરી રહી છે.  પોલીસે બંનેના અલગ અલગ સ્થળો શોધી કાઢ્યા અને તેઓ ગામમાં પાછા ફર્યા ત્યારે મહિલાના પતિએ કહ્યું કે જો મારી પત્ની પાછી આવે, તો હું તેને રાખવા તૈયાર છું, પરંતુ અંતિમ નિર્ણય ગામના લોકોનો રહેશે. આગળ શું કરવાનું છે, તે ગામના લોકો નક્કી કરશે.

અલગીઢથી ભાગી ગયેલ સાસુ-જમાઈનો આખરે પત્તો લાગ્યો અને તેમને ગામમાં પાછા લાવવામાં આવ્યા. છેલ્લા કેટલાક સમયથી સાસુ-જમાઈનો કિસ્સો ચર્ચાને એરણે ચડ્યો છે અને લોકો પણ હવે આગળ શું થશે તેને લઈને સતત આ કિસ્સા પર નજર રાખી રહ્યા છે. પોલીસની પકડવામાં આવેલ સાસુ અને જમાઈની પૂછપરછ કરવામાં આવી હતી.

આ  પોલીસ પૂછપરછમાં બંનેએ કબૂલાત કરી કે તેમણે કોર્ટમાં લગ્ન કરી લીધા છે. પૂછપરછ બાદ જ્યારે પોલીસે સાસુ અને જમાઈને છોડી દીધા ત્યારે પોલીસ સ્ટેશન બહાર પત્રકારો દ્વારા પ્રેમી યુગલ પર પ્રશ્નોનો મારો ચલાવવામાં આવ્યો ત્યારે સાસુનો પિત્તો ગયો. રાહુલે કહ્યું-  તે બંને પહેલાથી જ પરિણીત છે અને હવે હું આ વિશે કંઈ કહેવા માંગતો નથી.