હિન્દી સિનેમા જગતમાં મને કામ ન મળ્યું, જાણીતી ટીવી એક્ટ્રેસનું આખરે દર્દ છલકાયું

April 19, 2025

ટીવી એક્ટ્રેસ જાસ્મીન ભસીન બિગ બોસમાં નજર આવી હતી. શો પૂરો થયા બાદ જાસ્મીને અનેક મ્યૂઝિક વીડિયો કર્યા, પરંતુ હિન્દી સિનેમામાં તેને કામ નથી મળ્યું. રિયાલિટી શો કર્યાને ઘણા વર્ષો થઈ ગયા છે. હાલમાં ટીવીથી પણ જાસ્મીન દૂર છે. પરંતુ તે હજુ સુધી હિન્દી સિનેમામાં પગ નથી માંડી શકી. જોકે, જાસ્મીને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું કામ કર્યું છે. હવે હિન્દી સિનેમાનો હિસ્સો ન બની શકવા અંગે એક્ટ્રેસનું દર્દ છલકાયું છે તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે- 'હિન્દી વાળા લોકોને સમજાતું જ નથી કે મને ક્યાં કાસ્ટ કરવી, મને કેવી રીતે લોન્ચ કરવી. તેઓ ટાઈમ વેસ્ટ કરી રહ્યા હતા અને હજુ પણ કરી રહ્યા છે તેથી પછી હું પંજાબી ઈન્ડસ્ટ્રીમાં જતી રહી. આજે પણ મને કંઈ ખાસ ઓફર નથી મળી રહી. હું શું કરું.' તમને જણાવી દઈએ કે, જાસ્મીને અનેક વખત ઓટીટી અથવા ફિલ્મોમાં ટ્રાય કરી પરંતુ તેને તેના મનપસંદ રોલ નથી મળી રહ્યા તેથી તે ડેબ્યૂ નથી કરી શકી. જાસ્મીન ભસીનની પર્સનલ લાઈફની વાત કરીએ તો તે અલી ગોની સાથે લિવ-ઈનમાં રહે છે. છેલ્લા પાંચ વર્ષથી તેઓ રિલેશનમાં છે. પરિવારની પણ બંનેના સબંધને સહમતિ મળી ચૂકી છે. તાજેતરમાં જ એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે, તેઓ આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે, પરંતુ હાલમાં તેઓ પોત-પોતાના કરિયર પર ફોકસ કરવા માગે છે.