પંજાબમાં 16 મોટા આતંકી હૂમલા સાથે સંકળાયેલા હેપ્પી પાસિયાના પ્રત્યાર્પણની માગ
April 19, 2025

અમેરિકાની એફબીઆઈએ ખુલાસો કર્યો હતો કે, સેક્રામેન્ટોમાં ધરપકડ કરવામાં આવેલા હરપ્રિતસિંહ ઉર્ફે હેપ્પી પાસિયાને પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઈએસઆઈ અને ખાલિસ્તાની આતંકી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે કનેક્શન છે. એફબીઆઈ અને યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે હેપ્પી પાસિયાની અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવા અને આતંકવાદી ગતિવિધિઓમાં જોડાવાના આરોપમાં ધરપકડ કરી હતી.
એફબીઆઈની સેક્રામેન્ટો ઓફિસ દ્વારા આપવામાં આવેલા નિવેદન પ્રમાણે હેપ્પી પાસિયા બર્નર ફોન અને એન્ક્રિપ્ટેડ એપ્સ દ્વારા પોતાની ઓળખ છુપાવીને આતંકવાદી નેટવર્કનું સંચાલન કરતો હતો. નવી દિલ્હીમાં એફબીઆઈ ઓફિસના એજન્ટોએ અમેરિકાને સૂચિત કર્યું હતું કે, હેપ્પી પાસિયા પંજાબમાં અનેક આતંકી હૂમલાઓ મુદ્દે વોન્ટેડ હતો. પંજાબ પોલીસ મહાનિર્દેષકે હેપ્પી પાસિયાની ધરપકડને આઈએસઆઈ સમર્થિત આતંકી નેટવર્ક પર નિરંતર કાર્યવાહીમાં સફળતા તરીકે ગણાવી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે હેપ્પી પાસિયા છેલ્લા બે વર્ષમાં પંજાબમાં 16 મોટી આતંકી ઘટનાઓ સાથે જોડાયેલો છે. તેમાં 14 ગ્રેનેડ હૂમલા, એક આઈઈડી વિસ્ફોટ અને એક રોકેટે પ્રોપેલ્ડ ગ્રેનેડ હૂમલો સામેલ છે. હેપ્પી પાસિયા અમેરિકાની એફબીઆઈની હિરાસતમાં લેવાયા બાદ ભારતીય અધિકારીઓએ તેના પ્રત્યાર્પણ માટેની તૈયારીઓ શરૂ કરી છે. પંજાબ પોલીસ અને એનઆઈએ એ પહેલાથી જ અમેરિકી અધિકારીઓને જરૂરી દસ્તાવેજો મોકલી દીધા છે.
Related Articles
દિલ્હીના મુસ્તફાબાદમાં બિલ્ડિંગ ધરાશાયી થતા અત્યાર સુધીમાં 11 લોકોના મોત, 4 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ
દિલ્હીના મુસ્તફાબાદમાં બિલ્ડિંગ ધરાશાયી...
Apr 19, 2025
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ નેતાની હત્યા, ભારતે ફટકાર લગાવતા કહ્યું- હવે બહાના બંધ કરો
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ નેતાની હત્યા...
Apr 19, 2025
જગન રેડ્ડીના રૂ. 27.5 કરોડના શેર, દાલમિયા સિમેન્ટની રૂ. 793 કરોડની જમીન ટાંચમાં
જગન રેડ્ડીના રૂ. 27.5 કરોડના શેર, દાલમિય...
Apr 19, 2025
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા જ મકાનો ગેરકાયદે? યુપીના હાપુડમાં ખાલી કરવા નોટિસ
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા જ મકા...
Apr 19, 2025
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં મોદી સરકારના 3 મંત્રીઓ સામેલ, જેમાં એક છે PM મોદીના 'ખાસ'
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં મોદી સ...
Apr 19, 2025
યુપીમાં અજબ કૌભાંડ: મૃત ભાઈના નામે ભાઈએ 26 વર્ષ નોકરી કરી, પત્ની પેન્શન પણ લેતી રહી
યુપીમાં અજબ કૌભાંડ: મૃત ભાઈના નામે ભાઈએ...
Apr 19, 2025
Trending NEWS

19 April, 2025

19 April, 2025

19 April, 2025

19 April, 2025

19 April, 2025

19 April, 2025

19 April, 2025

19 April, 2025

19 April, 2025

19 April, 2025