મારા નામનું મંદિર છે - બૉલિવૂડ અભિનેત્રીના નિવેદનથી હોબાળો, સંતોએ કહ્યું માફી માંગો
April 19, 2025

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ફરી એકવાર વિવાદમાં આવી છે. ઉર્વશી રૌતેલાએ એક ઈન્ટરવ્યુમાં ઉત્તરાખંડના એક મંદિરને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું, જેના કારણે હાલ વિવાદ થઈ રહ્યો છે. ઉર્વશીએ બદ્રીનાથ ધામ પાસે આવેલા ઉર્વશી મંદિરને લઈને કહ્યું હતું કે, મારા નામનું મંદિર છે...'. આ નિવેદનના કારણે સમગ્ર તીર્થ-પુરોહિત સમાજ ટીકા કરી રહ્યું છે. ઉર્વશી રૌતેલાએ પોતાના ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, 'ઉત્તરાખંડમાં પહેલાંથી જ મારા નામનું મંદિર છે. ઉર્વશી મંદિર. તમે બદ્રીનાથ મંદિરે દર્શન કરવા જશો તો તેની એકદમ બાજુમાં મારા નામનું ઉર્વશી મંદિર છે. મારી ઈચ્છા છે કે, સાઉથમાં જેમ સુપરસ્ટાર્સના મંદિર છે. તો સાઉથમાં એવું કંઈક મારા ફેન્સ માટે થાય અને મારા નામનું મંદિર બને.' એક્ટ્રેસ રૌતેલાનું આ નિવેદન હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. નિવેદનને લઈને લોકો વિવિધ પ્રકારની ટિપ્પણી કરી રહ્યા છે. ઉર્વશીના વિવાદિત નિવેદન પર ઉત્તરાખંડ ચારધામ તીર્થ પુરોહિત મહા પંચાયતે વાંધો ઉઠાવ્યો છે. મહા પંચાયતે ચેતવણી આપી છે કે, એક્ટ્રેસ પોતાના નિવેદનને લઈને માફી નહીં માંગે, તો તેની સામે કેસ દાખલ કરવામાં આવશે. મહા પંચાયતે સરકાર સામે આ મુદ્દે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સિવાય મહાપંચાયતે કહ્યું કે, ઉર્વશી મંદિર બદ્રીનાથની પાસે આવેલું છે, આ મંદિર આ વિસ્તારની અધિષ્ઠાત્રી દેવી છે. ઉત્તરાખંડ ચારધામ તીર્થ મહા પંચાયતના પ્રવક્તા અનુરૂદ્ધ પ્રસાદ ઉનિયાલે નિવેદન આપીને કહ્યું કે, આ ખૂબ જ દુઃખદ છે કે, અમુક લોકો દ્વારા સસ્તી લોકપ્રિયતા હાંસલ કરવા માટે આ પ્રકારના નિવેદનો આપવામાં આવી રહ્યા છે. આનાથી લોકો વચ્ચે ખોટો સંદેશ જાય છે. એક્ટ્રેસ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરી રહી છે અને તે ઈચ્છે છે કે, તેમના નામ પર દક્ષિણ ભારતમાં મંદિર બને તો દક્ષિણ સિનેમામાં એવું કંઈક કામ કરે જેનાથી તેનું પણ મંદિર બને.
Related Articles
Operation Sindoorને બોલિવૂડ સેલિબ્રિટીએ વધાવ્યો, ભારતીય સૈન્યની બહાદુરીના કર્યા વખાણ
Operation Sindoorને બોલિવૂડ સેલિબ્રિટીએ...
May 07, 2025
અકસ્માત બાદ ICUમાં દાખલ છે સિંગર પવનદીપ રાજન, જાણો હવે કેવી છે હાલત
અકસ્માત બાદ ICUમાં દાખલ છે સિંગર પવનદીપ...
May 06, 2025
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન્ટ્રી થઈ
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન...
May 03, 2025
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે રોમાન્ટિક ફિલ્મ કરશે
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે...
Apr 28, 2025
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે દેખાશે
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમ...
Apr 28, 2025
જુનિયર એનટીઆરની ફિલ્મમાં શ્રુતિ હાસન આઈટમ સોંગ કરશે
જુનિયર એનટીઆરની ફિલ્મમાં શ્રુતિ હાસન આઈટ...
Apr 26, 2025
Trending NEWS

ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પર હુમલો
09 May, 2025

લોકોને સરહદ પર બંકરોમાં ખસેડવામાં આવ્યા
09 May, 2025

ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પર હુમલો
08 May, 2025