Breaking News :
સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બંને બાળકો સારવાર હેઠળ બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું '124 વર્ષની મહિલા ફર્સ્ટ ટાઈમ વોટર', કોણ છે મિંતા દેવી જેમની તસવીરવાળી ટીશર્ટ પહેરી વિપક્ષે કર્યો વિરોધ 'અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા', રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના 'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

ભારત સારો વેપારી ભાગીદાર નથી, ભારત પર લાદવામાં આવશે નવા ટેક્સઃ ટ્રમ્પ

August 06, 2025

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે વેપાર યુદ્ધને વધુ તીવ્ર બનાવવાની ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે ભારત પર મોટા પાયે નવા ટેરિફ લાદવામાં આવશે અને આ નિર્ણય આગામી 24 કલાકમાં લાગુ કરી શકાય છે. ડૉનાલ્ડ ટ્રમ્પનો આરોપ છે કે, ભારત સતત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે. જે યુક્રેન યુદ્ધમાં રશિયાને મદદ કરી રહ્યું છે. આ વાતથી અમેરિકા ચિડાયુ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતુ કે, ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લાદે છે. અમે તેના પર 25% ટેરિફ લાદ્યો હતો. પરંતુ હવે હું તેમાં ઘણો વધારો કરવા જઈ રહ્યો છું, કારણ કે તેઓ રશિયન યુદ્ધ મશીનને બળ આપી રહ્યા છે. અમે ભારત સાથે થોડો વેપાર કરીએ છીએ, પરંતુ તેઓ આપણા કરતા ઘણું વધારે કમાય છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે લખ્યું હતુ કે, ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં તેલ ખરીદી રહ્યું છે અને નફા માટે વૈશ્વિક બજારમાં વેચી રહ્યું છે. તેમને કોઈ ચિંતા નથી કે યુક્રેનમાં કેટલા લોકો મરી રહ્યા છે. તેથી જ હું ભારત પર ઘણો કર વધારવા જઈ રહ્યો છું.'

ભારત સરકારે ટ્રમ્પના આરોપોને રાજકીય અને પાયાવિહોણા ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડ્યુ છે. અને કહ્યુ છે કે, યુક્રેન યુદ્ધ પછી, જ્યારે પશ્ચિમી દેશો તેમની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવામાં વ્યસ્ત હતા. ત્યારે ભારત રશિયન તેલ તરફ વળ્યું. MEAએ કહ્યું, તે જ સમયે, અમેરિકાએ પોતે ભારતને રશિયન તેલ ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યું હતું.