ઈરાન દ્વારા ઈઝરાયલ પર હુમલા કરાતાં નવું ટેન્શન ઊભું થયું, ક્રૂડ ઓઈલના ભાવમાં 'ભડકો'
October 02, 2024

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે વિશ્વમાં ચિંતા વધી રહી છે. ઈરાને લગભગ 180 મિસાઈલો છોડીને ઈઝરાયલ પર જોરદાર હુમલો કર્યો છે તો સામે ઈઝરાયલી સેનાએ પણ જવાબી હુમલા માટે સંપૂર્ણ રીતે તૈયાર હોવાનો દાવો કર્યો છે. બંને દેશોમાં વધતા તણાવની અસર સૌથી પહેલા ક્રૂડ ઓઈલની કિંમતો પર જોવા મળી રહી છે અને ક્રૂડ ઓઈલના ભાવમાં એક સાથે 5 ટકાનો વધારો થયો છે.
ઈરાન, જે ઓપેકનું સભ્ય છે અને તેને આ ઓઈલ સેક્ટરનો સૌથી મોટો ખેલાડી પણ માનવામાં આવે છે. તેમજ ઈરાન વિશ્વના લગભગ એક તૃતીયાંશ તેલનો પુરવઠો પૂરો પાડે છે. એવામાં આ હુમલા કારણે હવે ઓઈલ સપ્લાય ચેઈનમાં વિક્ષેપ આવવાની અસર પણ હવે દેખાઈ રહી છે. જે ક્રૂડ ઓઈલની કિંમતોમાં જોરદાર ઉછાળો રૂપે જોઈ શકાય છે.
ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળી રહી છે. જેમાં વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ (WTI ક્રૂડ)ના ભાવમાં અચાનક 5 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. ભૂતકાળમાં તેમાં લગભગ 2.7 ટકાનો ઘટાડો થયો હતો, પરંતુ તાજેતરના વધારા બાદ તેની કિંમત ફરી એક વખત પ્રતિ બેરલ $71ને પાર કરી ગઈ છે. જો આપણે વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડની કિંમત વિશે વાત કરીએ, તો તે લગભગ 5 ટકાના ઉછાળા સાથે પ્રતિ બેરલ $75ની ઉપર પહોંચી ગયો છે.
ઈરાન અને ઈઝરાયલમાં વધી રહેલા તણાવની અસર માત્ર ક્રૂડ ઓઈલની કિંમતો પર જ નહીં, પરંતુ હવે વૈશ્વિક શેર બજારો પર પણ કડાકો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત તેલના ભાવ વધી રહ્યા છે, બોન્ડ વધી રહ્યા છે, સોનાના ભાવ વધી રહ્યા છે અને શેર બજાર તૂટી રહ્યું છે.
Related Articles
અમેરિકામાં હિન્દુ મંદિર વિરુદ્ધ 'હેટ ક્રાઈમ', ત્રણ વખત હુમલો કરી 20થી 30 રાઉન્ડ ફાયરિંગ
અમેરિકામાં હિન્દુ મંદિર વિરુદ્ધ 'હેટ ક્ર...
Jul 02, 2025
રશિયાથી ઓઇલ ખરીદ્યું તો 500 ટકા ટેરિફ લગાવીશું, અમેરિકાના નેતાની ખુલ્લી ધમકી, બિલ લાવવાની તૈયારી
રશિયાથી ઓઇલ ખરીદ્યું તો 500 ટકા ટેરિફ લગ...
Jul 02, 2025
'ભારતમાં જઈને પ્રતિસ્પર્ધા કરીશું', ટ્રેડ ડીલ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પનું ફરી મોટું નિવેદન
'ભારતમાં જઈને પ્રતિસ્પર્ધા કરીશું', ટ્રે...
Jul 02, 2025
ટ્રમ્પના મસ્કને ડિપોર્ટ કરવાના નિવેદનથી ટેસ્લાનો શેર કડડભૂસ, ઈલોનની સંપત્તિમાં 12.1 અબજ ડૉલરનું ગાબડું
ટ્રમ્પના મસ્કને ડિપોર્ટ કરવાના નિવેદનથી...
Jul 02, 2025
આખરે પાકિસ્તાનનું નમતું વલણ.... ભારતને સિંધુ જળ સંધિ બહાલ કરવા કર્યો આગ્રહ, જુઓ શું કરી દલીલ
આખરે પાકિસ્તાનનું નમતું વલણ.... ભારતને સ...
Jul 01, 2025
ગાઝામાં સ્થિતિ બેકાબૂ, 15 દિવસમાં 1000 લોકોના મોત, 23 લાખ લોકો સામે ભૂખમરાનું સંકટ
ગાઝામાં સ્થિતિ બેકાબૂ, 15 દિવસમાં 1000 લ...
Jul 01, 2025
Trending NEWS

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025