ન્યૂયોર્કમાં થયેલી હરાજીમાં લેડી ડાયેનાએ પહેરેલુ સ્વેટર 9 કરોડ રૂપિયામાં વેચાયુ
September 15, 2023

ન્યૂયોર્ક- બ્રિટનની દિવંગત રાજકુમારી પ્રિન્સેસ ડાયેનાએ પહેરેલા એક લાલ સ્વેટરની હરાજી કરવામાં આવી છે અને તે નવ કરોડ રૂપિયામાં વેચાયુ છે. સ્વેટર પર સફેદ ઘેંટાઓ વચ્ચે એક કાળુ ઘેંટુ ઉભુ હોય તેવી ડિઝાઈન હોવાથી તેને બ્લેક શીપ સ્વેટર નામ અપાયુ હતુ. ન્યૂયોર્કના ઓક્શન હાઉસ દ્વારા તેને હરાજીમાં મુકાયુ હતુ. લગભગ 1.1 મિલિયન ડોલર એટલે કે નવ કરોડ રૂપિયામાં સ્વેટર વેચાયુ છે.
પ્રિન્સેસ ડાયેનાએ આ સ્વેટર 1981માં પ્રિન્સ ચાર્લ્સની પોલો મેચ વખતે પહેર્યુ હતુ. 31 ઓગસ્ટથી તેની હરાજી શરૂ થઈ હતી. હરાજીના અંતિમ મિનિટ સુધી તેના માટે સૌથી મોટી બોલી બે લાખ ડોલરથી ઓછઈ બોલાઈ હતી. બાદમાં આ સ્વેટર 1.1 મિલિયન ડોલરમાં વેચાયુ હતુ. સ્વેટર ખરીદનારાના નામનો ખુલાસો થયો નથી.
હરાજીમાં લેડી ડાયેનાની બીજી વસ્તુઓ પણ મુકવામાં આવી હતી પણ સૌથી વધારે બોલી સ્વેટર માટે જ લાગી હતી. એવુ પણ કહેવાય છે કે, સ્વેટરની ડિઝાઈન બ્રિટનના શાહી પરિવારમાં લેડી ડાયેનાનુ જે સ્થાન હતુ તેની કહાની બયાં કરે છે. લેડી ડાયેના રોયલ ફેમિલીની આજ સુધીની સૌથી મશહૂર વ્યક્તિ રહી છે. 1981માં તેમણે પ્રિન્સ ચાર્લ્સ સાથે લગ્ન કર્યા હતા. ડાયેનાના શાહી પરિવારની પરંપરાઓ વચ્ચે ગૂંગળામણ થતી હતી. તેમાં પણ પ્રિન્સ ચાર્લ્સના લગ્ન પછીના લફરાઓએ તેમની તકલીફ વધારી દીધી હતી. જેના કારણે બંને વચ્ચે છુટાછેડા થયા હતા. 1997માં પેરિસમાં એક કાર એક્સિડન્ટમાં લેડી ડાયેનાનુ નિધન થયુ હતુ.
Related Articles
ભારત ચંદ્ર પર પહોંચી ગયું, પાકિસ્તાન હજુ ભીખ માંગે છે, નવાઝ શરીફનું દિલે બયાન
ભારત ચંદ્ર પર પહોંચી ગયું, પાકિસ્તાન હજુ...
Sep 20, 2023
ચીનના પૂર્વ વિદેશ મંત્રી અમેરિકામાં પ્રેમમાં પડી ગયા : એક સંતાનના પિતા પણ બની ગયા
ચીનના પૂર્વ વિદેશ મંત્રી અમેરિકામાં પ્રે...
Sep 20, 2023
ન્યુઝીલેન્ડમાં ભૂકંપને કારણે ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.0 નોંધાઈ
ન્યુઝીલેન્ડમાં ભૂકંપને કારણે ધરતી ધ્રૂજી...
Sep 20, 2023
રશિયા-યુક્રેન બાદ હવે અઝરબૈજાને કારાબખ પર કર્યો હુમલો
રશિયા-યુક્રેન બાદ હવે અઝરબૈજાને કારાબખ પ...
Sep 20, 2023
ભારતની પડખે આવ્યું અમેરિકા, કેનેડાના આરોપને લઈને વ્યક્ત કરી ચિંતા, ક્હ્યું ઘટનાની યોગ્ય તપાસ કરે
ભારતની પડખે આવ્યું અમેરિકા, કેનેડાના આરો...
Sep 19, 2023
ભારત અને કેનેડા વચ્ચેના વિવાદ પર અમેરિકા બાદ ઓસ્ટ્રેલિયાનું આવ્યું રિએક્શન
ભારત અને કેનેડા વચ્ચેના વિવાદ પર અમેરિકા...
Sep 19, 2023
Trending NEWS

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023