સુરેન્દ્રનગરમાં જમીન વિવાદ હિંસક, વેપારી પર તલવાર વડે હુમલો, બે રાઉન્ડ ફાયરિંગ
October 12, 2025
વેપારી સહિત અનેક ઈજાગ્રસ્ત, બુટલેગર સામે શંકાની સોય
સુરેન્દ્રનગર- થાન વિસ્તારમાં જમીન વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં 12થી વધુ લોકોના ટોળાએ એક વેપારી પર તલવાર અને અન્ય હથિયારો વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં હુમલાખોરોએ ભય ફેલાવવાના ઈરાદે બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હોવાના અહેવાલ છે.
મળતી માહિતી અનુસાર, આ હુમલામાં વેપારી સહિત અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ફાયરિંગ કરનાર અને હુમલામાં સામેલ મુખ્ય વ્યક્તિ બુટલેગર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જમીન વિવાદમાં બદમાશો દ્વારા આ પ્રકારની દાદાગીરી અને હિંસાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. DYSP સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે હુમલો કરનાર 12થી વધુ આરોપીઓ અને ફાયરિંગ કરનાર શખસને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આ અંગે ગુનો નોંધીને ફાયરિંગ કયા હથિયારથી કરવામાં આવ્યું હતું, તેની વિગતો અને જમીન વિવાદની મૂળભૂત વિગતો મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.
Related Articles
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026