ફેસબૂક પર CBI ઈન્સ્પેક્ટર-વોટ્સએપ પર વકીલ, ગઠિયાએ દોઢ લાખ ઠગ્યા
October 27, 2024

ઈડર- હાલ દેશભરમાં ડિજિટલ ક્રાઈમ વધી રહ્યાં છે. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ દ્વારા સામાન્ય લોકોને શિકાર બનાવી તેને ઠગવામાં આવે છે. આવો જ એક કિસ્સો કચ્છના લખપતમાંથી સામે આવ્યો છે. લખપતના પાનધ્રોના રહેવાસી રઘુભા સોઢા કથિત ગુજરાત હાઈકોર્ટના વકીલ રોહિતકુમાર પરમારના વોટ્સએપ ગ્રુપમાં જોડાયો હતો. સોઢા અકસ્માતે પોતાના દીકરાના મૃત્યુ સંદર્ભે કંપની પર કેસ કરવા બાબતે ગ્રુપમાં જોડાયો હતો. જ્યાં તેની સાથે છેતરપિંડી કરી પૈસા પડાવી લેવામાં આવ્યા હતાં. હાલ, પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી રોહિતકુમાર પરમાર સાબરકાંઠાના ઈડરનો રહેવાસી છે. તેણે પોતાની ઓળખ વકીલ તરીકે આપી ફરિયાદી પિતાને દીકરાના મોત માટે ન્યાય અપાવવાનું કહી પોતાની જાળમાં ફસાવ્યો. ત્યારબાદ પોતાની ફી દોઢ લાખ રૂપિયા થશે તેવું જણાવી ફરિયાદી પાસે પૈસાની માગણી કરી. ફરિયાદીએ તુરંત તેને ફોન પે દ્વારા એક લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યાં અને બીજા પચાસ હજાર રૂબરૂ મળીને આપ્યા હતાં. ફી મળ્યા બાદ આરોપીએ દયાપર કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો પરંતુ કરાવ્યો હતો, પરંતુ તારીખ મળતા તે કોર્ટમાં હાજર જ ન થયો.
જોકે, ત્યારબાદ આરોપીએ એક વખત ભુજના કોઈ વકીલને કેસ લડવા દયાપર મોકલ્યો. પરંતુ, ભુજના વકીલે કેસ લડવા ફરિયાદી પાસે અલગ પૈસાની માગ કરતાં ફરિયાદીને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થઈ. સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટતા રઘુભા સોઢાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
ફરિયાદી રઘુભા સોઢાએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો કે, બાર કાઉન્સિલમાં આરટીઆઈ કરતાં હાઈકોર્ટમાં આવો કોઈ વકીલ કામ ન કરતો હોવાનો જવાબ મળ્યો છે. આ વિશે પોલીસે IPCની કલમ 406 અને 420 દાખલ કરી ગુનો નોંધ્યો છે. આરોપીની ધરપકડ કર્યાં બાદ તે વકીલ છે કે કેમ તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, આરોપીએ જે ખોટા એકાઉન્ટ્સ બનાવ્યાં તેમાં હાઈકોર્ટનો સામાન્ય સ્પેલિંગ પણ ખોટો લખ્યાં છે.
Related Articles
ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદની આગાહી, 6 દિવસ મેઘો મંડાશે, મોટાભાગના જિલ્લાઓમાં એલર્ટ
ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદની આગાહી, 6 દિ...
Jul 23, 2025
સુરતમાંથી 26 કરોડની સોનાની દાણચોરી કરતું દંપતી ઝડપાયુંઃ CISF એ કરી ધરપકડ, DRI ઊંઘતી ઝડપાઈ
સુરતમાંથી 26 કરોડની સોનાની દાણચોરી કરતું...
Jul 23, 2025
6 કરોડનું દેવું થઈ જતા વડોદરામાં પરિવારે દવા ગટગટાવીને સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ
6 કરોડનું દેવું થઈ જતા વડોદરામાં પરિવારે...
Jul 22, 2025
મહેસાણા નજીક ખેરાલુ-સતલાસણા હાઈવે પર દર્દનાક અકસ્માત: પિતા-પુત્રનું મોત, 5 ઇજાગ્રસ્ત
મહેસાણા નજીક ખેરાલુ-સતલાસણા હાઈવે પર દર્...
Jul 22, 2025
ચૈતર વસાવાની મુશ્કેલી વધી, હજુ 15 દિવસ જેલમાં રહેવું પડશે: જામીન અરજી પર સુનાવણી લંબાવાઈ
ચૈતર વસાવાની મુશ્કેલી વધી, હજુ 15 દિવસ જ...
Jul 22, 2025
Trending NEWS

23 July, 2025

23 July, 2025

23 July, 2025

23 July, 2025

23 July, 2025

23 July, 2025

23 July, 2025

23 July, 2025

23 July, 2025

23 July, 2025