NCBએ મોટા ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ, 20 કરોડ રૂપિયાની નશીલી દવાઓ કરી જપ્ત

August 04, 2025

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દેહરાદૂન ઝોનલ યુનિટે ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા એક મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ ગેરકાયદેસર રીતે ટ્રામાડોલ અને અલ્પ્રાઝોલમ જેવી ફાર્મા દવાઓ સપ્લાય કરતી હતી. NCB ટીમે આ ગેંગનો પર્દાફાશ કર્યો છે અને 20 કરોડ રૂપિયાથી વધુ કિંમતના ડ્રગ્સ જપ્ત કર્યા છે. ડ્રગ ડીલરો મોટાપાયે નાર્કોટિક્સનો ધંધો કરી રહ્યા હતા. પોલીસ હાલમાં આગળની કાર્યવાહીમાં વ્યસ્ત છે.

12 મે, 2025ના રોજ, દેહરાદૂનના વિકાસનગરમાં એક મેડિકલ સ્ટોર પર દરોડા પાડીને 594 ટ્રામાડોલ ગોળીઓ જપ્ત કરવામાં આવી હતી અને NCBએ એક આરોપીની પણ ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરવામાં આવી ત્યારે આ ડ્રગના ધંધા પાછળના રેકેટનો પર્દાફાશ થયો હતો. પોલીસે પૂછપરછના આધારે કાર્યવાહી કરી અને મુખ્ય સપ્લાયર અને એક પેડલરની ધરપકડ કરી હતી. આ રેકેટનો પર્દાફાશ કરતી વખતે એનસીબી દ્વારા આ દરોડો પાડવામાં આવ્યો હતો. 

NCBએ આ બાબતની વધુ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે મુરાદાબાદની મેસર્સ SM એન્ટરપ્રાઈઝ અને બરેલીની મેસર્સ બાલાજી નામની કંપનીઓ નકલી હતી. તે ફક્ત દવાઓ સપ્લાય કરવા માટે બનાવવામાં આવી હતી. ચોંકાવનારી વાત એ પણ સામે આવી કે એક દૂધવાળાએ 5000 રૂપિયા પ્રતિ માસના ભાડા પર ડ્રગ લાઈસન્સ આપ્યું હતું. આ લાઈસન્સનો ઉપયોગ કરીને દવાઓ ખરીદવા અને વેચવામાં આવી રહી હતી.