હોબાળા વચ્ચે સંસદમાં નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરવાનું શરૂ કર્યું

February 01, 2025

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત આઠમી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચશે. સવારે 11 વાગ્યાથી બજેટ રજૂ થવાની શરૂઆત થશે. આજે મોંઘવારી અને ટેક્સના મોરચે લોકોને મોટી રાહત મળે તેવી શક્યતા છે. કોર્પોરેટ જગત પણ મોદી સરકારના આ બજેટની રાહ જોઇ રહ્યું છે. 

11:05 AM 

ગરીબ યુથ, અન્નદાતા અને નારી પર ફોકસ : નિર્મલા સીતારમણ 

આ બજેટ 2025 ગરીબ, યુવાનો, કૃષિ અને નારી સશક્તિકરણ પર કેન્દ્રિત છે. તદુપરાંત એમએસએમઈ, ઈન્વેસ્ટમેન્ટ, નિકાસ પર પણ સુધારા જાહેર કરાશે.

11:00 AM 

સંસદમાં વિપક્ષના હોબાળા વચ્ચે નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરવાનું શરૂ કર્યું. સપા સાંસદોએ મહાકુંભમાં નાસભાગ મામલે હોબાળો મચાવવાનું શરૂ કર્યું. 

10:57 AM 

આ GYAN નું બજેટ છે : પીએમ મોદી 

અહેવાલ અનુસાર પીએમ મોદીએ કેબિનેટ બેઠકમાં કહ્યું કે આ બજેટ સામાન્ય નાગરિકો માટે છે. ગરીબ ખેડૂતો, મહિલાઓ અને યુવાઓની આકાંક્ષાઓનું બજેટ છે. આ બજેટ GYAN (ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ)નું બજેટ છે. 

10:40 AM 

બજેટથી અમને વધુ આશા નથી : જયરામ રમેશ 

કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે કહ્યું કે બજેટથી અમને વધારે આશા નથી પણ થોડીક મોટી જાહેરાતો કરવામાં આવે તો ખાનગી રોકાણને પ્રોત્સાહન મળશે. 

10:35 AM 

બજેટને મોદી કેબિનેટની મંજૂરી, થોડીવારમાં સંસદમાં રજૂ કરશે નિર્મલા સીતારમણ 

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આયોજિત કેબિનેટની બેઠકમાં બજેટ 2025-26ને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે 11 વાગ્યે સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. 

10:16 AM 

વડાપ્રધાન મોદી પણ સંસદ ભવન પહોંચ્યા, થોડીવારમાં કેબિનેટ બેઠક થશે 

વડાપ્રધાન મોદી પણ સંસદ ભવન પહોંચી ગયા છે. થોડીક જ વારમાં કેબિનેટ બેઠકની શરૂઆત થશે. બજેટ રજૂ થતાં પહેાલ 10:25 વાગ્યે કેબિનેટની બેઠક યોજાશે. જેમાં બજેટને મંજૂરી અપાશે.