અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરાઈ, લૂંટારાઓએ ઘરમાં ઘૂસીને ફાયરીંગ કર્યું

January 21, 2023

પરિવારના અન્ય બે જણાને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયા

અમદાવાદ- અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. એટલાન્ટા સિટીમાં રહેતા કરમસદના યુવકની ફાયરીંગ કરીને હત્યા કરાઈ છે. આ ઘટનાથી તેના વતનમાં શોકની લાગણી ફેલાઈ છે. ત્રણ શખ્શોએ આડેધડ ફાયરીંગ કર્યું હતું. જેમાં તેમનું મોત થયું હતું. 

પ્રાપ્ત વિગતો પ્રમાણે એટલાન્ટા સિટીમાં ગુજરાતી પરિવારના 3 લોકો ઉપર લૂંટના ઇરાદે લૂંટારુએ ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. આ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ કરતા કરમસદના 52 વર્ષીય પીનલભાઈ પટેલને ગંભીર ઇજા થવા પામી હતી. તેમને સારવાર મળે તે પહેલા જ તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે ઘરમાં ઘુસેલા અશ્વેત લૂંટારુઓએ ફાયરિંગ કરીને રુપલબેન પીનલભાઈ પટેલ અને ભક્તિ પીનલભાઈ પટેલ ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી.