બનાસકાંઠામાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત, 3 દિવસમાં 2નો ભોગ લેવાયો

November 27, 2023

બનાસકાંઠામાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયુ છે. જેમાં ડીસાના રાણપુરમાં 35 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. તેમાં પાવાગઢથી દર્શન કરી પરત ફરતી વેળા હાર્ટ એેટેક આવ્યો હતો. અજમલજી ઠાકોર નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ છે.

બનાસકાંઠામાં 3 દિવસમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. જેમાં આજે બનાસકાંઠામાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયુ છે. ડીસાના રાણપુરના 35 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. પરિવાર સાથે પાવાગઢથી દર્શન કરી પરત ફરતા આ ઘટના બની છે. આશાસ્પદ યુવા ખેડૂત અજમલજી ઠાકોરનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે. જિલ્લામાં ત્રણ દિવસમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. હાર્ટ એટેકના લક્ષણો પહેલા ચોક્કસ વયના લોકોમાં જોવા મળતા હતા, પરંતુ ધીરે ધીરે આ રોગ સામાન્ય બની રહ્યો છે અને નાની ઉંમરના લોકો એટલે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે.

હાર્ટ એટેકના ઘણા કારણો હોઈ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે હાર્ટ એટેકનું કારણ તણાવ છે. આ તણાવમાંથી છુટકારો મેળવવા માટે આજના યુવાનો મોટાભાગે ધુમ્રપાન, ઊંઘની ગોળીઓ કે દારૂ જેવા વ્યસનોનો શિકાર બની રહ્યા છે. જે હૃદય સંબંધિત રોગોને વધુ પ્રોત્સાહન આપે છે.