ઈઝરાયલની વેબસાઈટ પર જમ્મુ-કાશ્મીરનો ભાગ પાકિસ્તાનમાં દર્શાવવામાં આવ્યો

October 04, 2024

ઈઝરાયલની સત્તાવાર વેબસાઈટ પર ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ અને કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાનમાં દર્શાવવામાં આવ્યો હતો, જેને લઈને ભારે હોબાળો મચ્યો. સોશિયલ મીડિયા પર આ મામલો સામે આવતા જ ઈઝરાયલે પોતાની ભૂલ સુધારી લીધી. તેઓએ પોતાની વેબસાઈટ પરથી વાંધાજનક નકશો હટાવી દીધો. ભારતમાં ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે કહ્યું કે, 'આ વેબસાઇટના એડિટરની ભૂલ હતી. અમે તેને દૂર કર્યો છે. સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર સૌપ્રથમ એક યુઝરે આ મામલો ઉઠાવતા કહ્યું કે, 'ભારત ઈઝરાયલ સાથે છે, પરંતુ સવાલ એ થાય છે કે, શું ઈઝરાયલ ભારત સાથે છે? ઈઝરાયલની સત્તાવાર વેબસાઈટ પર ભારતનો નકશો જોવો અને જમ્મુ-કાશ્મીર પર ધ્યાન દો...' જ્યારે મામલાએ વેગ પકડતાની સાથે ઈઝરાયેલ એમ્બેસેડર અઝારે આ જ પોસ્ટને શેર કરીને લખ્યું કે, વેબસાઈટ એડિટરે ભૂલ કરી છે. તેને દૂર કરવામાં આવી છે.