PM મોદી જૂનમાં અમેરિકા જશે, રાષ્ટ્રપતિ જો બાઈડેન રાત્રિભોજનનું કરશે આયોજન

March 19, 2023

વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યજમાની કરશે. આ માટે વ્હાઈટ હાઉસથી પ્લાનિંગ પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. વ્હાઈટ હાઉસ સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું છે કે આ વર્ષે જૂનમાં રાષ્ટ્રપતિ બાઈડેન પીએમ મોદી માટે સ્ટેટ ડિનરનું આયોજન કરશે. જો કે પ્રવાસને લઈને ફેરફાર કરવામાં આવી શકે છે. આ અંગે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.

વ્હાઈટ હાઉસના નિષ્ણાતોને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ મોદીની યુએસ મુલાકાત દરમિયાન બંને દેશો ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ મંત્રણાને આગળ વધારશે. સૂત્રોએ જણાવ્યું હતું કે પીએમ મોદી અને જો બાઈડેન વચ્ચેની વાતચીતમાં ઈન્ડો-પેસિફિકનો મુદ્દો મુખ્ય રીતે જોવા મળશે.