વાશિમમાં જગદંબા માતા મંદિરમાં PM મોદીએ કરી પૂજા-અર્ચના

October 05, 2024

વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. મહારાષ્ટ્રના વાશિમમાં જગદંબા માતા મંદિરમાં PM મોદીએ કરી પૂજા-અર્ચના કરી છે. PM મોદી આજે મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રોનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ મહારાષ્ટ્રને 56000 કરોડ રૂપિયાની ભેટ પણ આપશે.

મળતી માહિતી મુજબ, નવરાત્રિ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી શક્તિની આરાધના કરી છે. મહારાષ્ટ્રના વાશિમમાં PM મોદીએ જગદંબા માતા મંદિરમાં પૂજા-અર્ચના કરીને મા જગદંબાની આરતી ઉતારી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગદંબા માતા મંદિરમાં પરંપરાગત ડ્રમ પર હાથ અજમાવ્યો હતો.

આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈની પ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રોનું ઉદ્ઘાટન કરશે. આ સાથે તેઓ મહારાષ્ટ્રને 56000 કરોડ રૂપિયાની ભેટ આપશે. આ દરમિયાન તેઓ ઘણી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઇનના ઉદ્ઘાટન સહિત અનેક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. PM મોદી મુંબઈ મેટ્રો લાઈન-3ના BKC થી આરે JVLR સેક્શનનું ઉદ્ઘાટન કરશે.