પીએમ મોદીએ મા દુર્ગાને સમર્પિત ગરબો લખી સોશિયલ મીડિયા પર શૅર કર્યો

October 08, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દેવી દુર્ગાને અંજલિના રૂપમાં લખેલો ગરબો શેર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ માઇક્રોબ્લોગિંગ સાઇટ એક્સ પર લખ્યું હતું કે આ નવરાત્રિનો પવિત્ર સમય છે અને લોકો અલગ અલગ પ્રકારે ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે, જે માતા દુર્ગાની ભક્તિ સાથે જોડાયેલાં છે.

શ્રાદ્ધા અને આનંદની આ ભાવનામાં હું અત્રે પ્રસ્તુત કરું છું આવતી કળાય નામનો એક ગરબો કે જે મેં તેમની શક્તિ અને કૃપાને શ્રાદ્ધાંજલિના રૂપમાં લખ્યું છે. તેમના આશીર્વાદ હંમેશા આપણા પર જળવાઈ રહે. આ દરમિયાન વડાપ્રધાને આ ગરબા ગીતને ગાવા માટે અને તેને સુંદર રીતે પ્રસ્તુત કરવા બદલ ગાયિકા પૂર્વા મંત્રીને ધન્યવાદ આપ્યા હતાં.

વડાપ્રધાને પૂર્વાની એક પ્રતિભાશાળી ઊભરતી ગાયિકાના રૂપમાં પ્રશંસા કરી હતી. આ ગરબાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ ગરબાને લગભગ 18 હજાર લોકોએ લાઇક કર્યો છે અને 3.5 હજાર લોકોએ તેને રિપોસ્ટ કર્યો છે.