અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ
April 30, 2025

અમદાવાદ : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓનો અખાત્રીજના દિવસથી શુભારંભ થયો છે. અક્ષય તૃતીયાના પવિત્ર અવસરે જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા વિધિવત રીતે સંપન્ન થઈ. આ પૂજા બાદ રથના સમારકામનું કામ શરૂ કરાયું, જેમાં રથના પૈડાં અને અન્ય ભાગોની મરામતનો સમાવેશ થાય છે.
અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે યોજાનારી આ રથયાત્રા માટે તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ત્યારે અક્ષય તૃતીયાના પવિત્ર અવસરે જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા વિધિવત રીતે સંપન્ન થઈ હતી. ચંદનનો ઉપયોગ થતો હોવાથી આ યાત્રા ચંદન યાત્રા કહેવાય છે. આ વર્ષે બે નવી બાબતો જોવા મળશે: (1) આતંકવાદ દૂર થાય અને આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકો માટે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરવામાં આવશે, (2) ગરમીનો પારો વધતાં ઠંડક મળે તે માટે ભગવાનને લીલા નાળિયેર અને નારિયેળ પાણી અર્પણ કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે,જગન્નાથ મંદિરમાં ચંદન પૂજા પરંપરાગત રીતે કરવામાં આવી, જે રથયાત્રાની તૈયારીઓનો મહત્વનો ભાગ છે. આ રથયાત્રા શહેરની સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખનું પ્રતીક છે, અને તેની તૈયારીઓથી શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
Related Articles
ઉત્તર ગુજરાત 3.4ની તીવ્રતાના ભૂકંપથી હચમચ્યું, ગાંધીનગરથી 27 કિ.મી. દૂર કેન્દ્ર
ઉત્તર ગુજરાત 3.4ની તીવ્રતાના ભૂકંપથી હચમ...
May 03, 2025
ભરૂચમાં 10 વર્ષની બાળકીને 72 દિવસે મળ્યો ન્યાય, દુષ્કર્મ બાદ હત્યાના આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા
ભરૂચમાં 10 વર્ષની બાળકીને 72 દિવસે મળ્યો...
May 02, 2025
અમદાવાદમાં એક જ દિવસમાં 5 અલગ-અલગ સ્થળે આગની ઘટના
અમદાવાદમાં એક જ દિવસમાં 5 અલગ-અલગ સ્થળે...
May 02, 2025
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. ગિરિજા વ્યાસન...
May 02, 2025
ડાંગના પર્વતારોહકની મોટી સિદ્ધિ, 17500 ફૂટ ઊંચાઈએ કાબરુ શિખરની ટોચે તિરંગો લહેરાવ્યો
ડાંગના પર્વતારોહકની મોટી સિદ્ધિ, 17500 ફ...
Apr 30, 2025
અમદાવાદમાં ઓર્ચિડ એપાર્ટમેન્ટની આગમાં ચોથા માળેથી કૂદેલી મહિલાનું મોત, હજુ 4 સારવાર હેઠળ
અમદાવાદમાં ઓર્ચિડ એપાર્ટમેન્ટની આગમાં ચો...
Apr 30, 2025
Trending NEWS

02 May, 2025

30 April, 2025

30 April, 2025

30 April, 2025

30 April, 2025