પાકિસ્તાનમાં ગરમાયું રાજકારણ, નવાઝની ટીમમાં સામેલ થયા PTIના નેતા

February 12, 2024

પાકિસ્તાનની ચૂંટણીમાં કોઈ પાર્ટીને બહુમત ન મળવાના કારણે જોડતોડની રણનીતિએ જોર પકડ્યું છે. લાહોર નેશનલ એસેમ્બલીની NA-121સીટથી જીતીને આવેલા તહરીક-એ-ઈંસાફ સમર્થિત આઝાદ ઉમેદવાર વસીમ કાદિર પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝમાં સામેલ થયા છે. વોટની ગણતરી શરૂ થયાના એક દિવસ બાદ જ નવાઝ શરીફે અન્ય પાર્ટી અને તેના ઉમેદવારોને સરકાર બનાવવા માટે પોતાની સાથે આવવાની દાવત આપી હતી. હવે વસીમ કાદિરના રૂપમાં ઈમરાન ખાનની ટીમની પહેલી વિકેટ નવાઝ શરીફે પાડી દીધી છે.
 
પીએમએલ-એનની તરફથી જાહેર કરાયેલા વીડિયોમાં વસીમ કાદિરને મરયમ નવાઝ અને પીએમએલ-એનના નેતાઓની સાથે જોઈ શકાય છે. વીડિયોમાં કાદિર કહ્યું કે હું વસીમ કાદિર એક્સ પીટીઆઈ મહાસચિવ લાહોર પોતાના ઘરે પરત આવ્યો છું. આ વિસ્તાર અને તેના લોકોના વિકાસ માટે હું ફરીથી મુસ્લિમ લીગ-એનમાં સામેલ થયો છું. પીટીઆઈનો સાથ છોડનારા આ પહેલા પીટીઆઈ સમર્થિત ઉમેદવાર બની ગયા છે.
 
કાદિરે ચૂંટણી પ્રચારમાં જનતા પાસે ઈમરાન ખાનના નામે વોટ માંગ્યા હતા. તેઓએ પોતાની સભામાં ઈમરાન ખાનના વખાણ કર્યા અને લોકોને કહ્યું કે મને વોટ કરો. હું ઈમરાન ખાનનો ઉમેદવાર છું. તેના આ પગલાથી વોટર્સમાં નિરાશા પણ જોવા મળી રહી છે. જો કે પીટીઆઈએ ચૂંટણી પહેલા જાહેર કર્યું હતું કે આઝાદ ઉમેદવાર બદલી શકે છે. પરંતુ સાથે જ પોતાના ઉમેદવારોની પાસે આશા રાખી હતી કે તેઓ પાર્ટી છોડશે નહીં.