પુષ્પા-2એ રિલીઝ પહેલાં જ રૂ. 500 કરોડથી વધુની કમાણી કરી લીધી

April 20, 2024

અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મનો લોકો ભારે આતુરતા સાથે રાહ જોઈ રહ્યા છે. કદાચ એજ કારણ છે કે માર્કેટમાં આ ફિલ્મની માંગ રોજ-બ-રોજ વધી રહી છે. કેટલાક દિવસો પહેલાં સમાચાર આવ્યા હતાં કે રવિના ટંડનના પતિ અનિલ થડાનીએ પુષ્પા-2ના મેકર્સ સાથે રૂ. 200 કરોડની ડીલ ફાઇનલ કરી છે.

થડાનીએ ઉત્તર ભારતમાં થિયેટરો સુધી આ ફિલ્મને પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે. હવે એવા સમાચાર છે કે ઓટીટી પ્લેટફોર્મે પુષ્પા-2ના ડિજિટલ રાઇટ્સ ખબ જ મોંઘા ભાવે ખરીદી લીધા છે. નેટફ્લિક્સે રૂ. 250 કરોડની બેઝ પ્રાઇઝ પર પુષ્પા-2 ડિજિટલ રાઇટ્સ ખરીદી લીધા છે. માનવામાં આવે છે કે આ બેઝ પ્રાઇઝને રૂ. 300 કરોડ સુધી વધારી શકાય તેમ છે. આમ રૂ. 500 કરોડના ખર્ચે બનેલી પુષ્પા-2એ તેના રિલીઝ પહેલાં જ રૂ. 450-500 કરોડની કમાણી કરી લીધી છે.