નેપાળના નવા ઉપરાષ્ટ્રપતિ બનતા રામસહાય યાદવ

March 18, 2023

નેપાળના મધેસ વિસ્તારના નેતા રામસહાય યાદવ આજે નેપાળના ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. આઠ દળોના સત્તારૂઢ ગઠબંધન વાળી સરકારના સમર્થન વાળા ઉમેદવાર યાદવને 30,328 વોટ મળ્યા હતા. જનતા સમાજવાદી પાર્ટીના 52 વર્ષીય રમસહાય યાદવ નેપાળના ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બનશે. નેપાળમાં 2008માં સંઘીય લોકશાહી પ્રજાસત્તાક પ્રણાલી અપનાવી ત્યારથી આ ત્રીજી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છે. ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે.

નેપાળના મીડિયા રિપોર્ટ મુજબ યાદવની પોતાની પાર્ટી સિવાય નેપાળી કોંગ્રેસ, CPN-માઓવાદી સેન્ટર અને CPN-યુનિફાઇડ સોસિયાલિસ્ટે તેમને વોટ આપ્યા હતા. રમસહાય નંદ બહાદુર પુનની જગ્યા લેશે. યાદવ મધેસ આંદોલનના મુખ્ય ચહેરા છે. નેપાળના દક્ષિણ તરાઈ પ્રદેશમાં મધેસી સમુદાય મોટાભાગે ભારતીય મૂળનો છે.