'કેમિકલયુક્ત દારૂ પીવા કરતાં મહુડાનો દારૂ બનાવીને પીવો..' ભરૂચના સાંસદ મનસુખ વસાવાની વિવાદિત સલાહ
June 05, 2026
નબળા બાંધકામનો સમગ્ર દોષ 'નરેગા' યોજના પર ઢોળ્યો
ભરૂચ- ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામે 'આદર્શ ગ્રામવિકાસ સમિતિ'ની પ્રથમ બેઠકમાં આપેલા નિવેદનોથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદો અને સ્થાનિક પ્રશ્નો અંગે સાંસદે ખુલ્લીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જેમાં આદિવાસી સમાજને મહુડાનો પરંપરાગત દારૂ બનાવીને પીવાનું વિવાદિત સૂચન પણ કર્યું હતું. હાલમાં ઢોલાર ગામના નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનમાં ઉદ્ઘાટન પહેલા જ મોટી તિરાડો પડી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ બેઠક દરમિયાન સાંસદે આ મુદ્દે સ્પષ્ટતા કરતા નબળા બાંધકામનો સમગ્ર દોષ 'નરેગા' (NREGA) યોજના પર ઢોળી દીધો હતો.
જો કે તેમણે ગ્રામજનોને આશ્વાસન આપતા ખાતરી આપી હતી કે તેઓ આનાથી પણ સારું અને નવું મકાન બનાવી આપશે. બેઠક દરમિયાન મનસુખ વસાવાએ આદિવાસી વિસ્તારોમાં કેમિકલવાળો દારૂ ઘુસાડતા બુટલેગરો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, બુટલેગરો મોટા કન્ટેનરો ભરીને દારૂ લાવે છે અને આદિવાસી યુવાનોને બરબાદ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે એક આશ્ચર્યજનક સલાહ આપતા જણાવ્યું કે, 'બુટલેગરોનો કેમિકલયુક્ત ઝેરી દારૂ પીવા કરતા, આદિવાસીઓએ ઘરે જાતે મહુડાનો પરંપરાગત દારૂ બનાવીને પીવો જોઈએ.' સાંસદની આ ખુલ્લી સલાહ બાદ સમગ્ર પંથકમાં અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
Related Articles
ગુજરાતમાં 12થી 15 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં 12થી 15 સપ્ટેમ્બર ભારેથી અતિભા...
Sep 11, 2026
સુરતના સારોલીમાં ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 15 થી 20 ગાડીઓ ઘટનાસ્થળે
સુરતના સારોલીમાં ટેક્સટાઇલ માર્કેટમાં ભી...
Sep 09, 2026
નવસારીથી PM મોદી LIVE: ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન કરી કહ્યું-'ભાજપનો નાનો કાર્યકર્તા પણ સત્તાના નશામાં ચકચૂર નથી થયો'
નવસારીથી PM મોદી LIVE: ‘નમો કમલમ’નું ઉદ્...
Sep 08, 2026
સિંગર કિંજલ રબારીએ પોલીસ કમિશ્નરને પત્ર લખી કહ્યું ‘મારું અપહરણ થયું નથી’, પરિવાર પર ગોંધી રાખવાનો આરોપ લગાવ્યો
સિંગર કિંજલ રબારીએ પોલીસ કમિશ્નરને પત્ર...
Sep 08, 2026
અમદાવાદ અને મહેસાણામાંથી કોડીનયુક્ત દવાઓનું ગેરકાયદે વેચાણ પકડાયું, 7 મેડિકલ પેઢીઓને ફટકારી નોટિસ
અમદાવાદ અને મહેસાણામાંથી કોડીનયુક્ત દવાઓ...
Sep 08, 2026
મોદીના જન્મદિવસે સુરતમાં સેવા અને ઓફરનો સંગમ:દીર્ઘાયુ માટે મહાઆરતી, 2400થી વધુ વેપારીઓની ડિસ્કાઉન્ટ ઓફર
મોદીના જન્મદિવસે સુરતમાં સેવા અને ઓફરનો...
Sep 06, 2026
Trending NEWS
08 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026