Breaking News :
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા

ટ્રમ્પની જાહેરાત બાદ એક ઝાટકે ઓઇલની કિંમતોમાં ઘટાડો

February 17, 2025

રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ ત્રણ વર્ષથી ચાલી રહેલું યુદ્ધ હવે પૂરું થઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતી ઈચ્છે છે અને આ માટે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ટ્રમ્પે કહ્યું છે કે, 'હું આ મામલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ મળીશ.' આ મુલાકાત સાઉદી અરબમાં થશે. એવામાં હવે રશિયા અને યુક્રેન વચ્ચે સંભવિત શાંતિ સમજૂતીના કારણે ક્રૂડ ઓઈલની કિંમતો ઘટી રહી છે. ટ્રમ્પના ટેરિફની અસર ક્રૂડ ઓઈલની કિંમતો પર પણ પડી રહી છે.

સોમવારે વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 20 સેન્ટ્સ અથવા 0.2% ઘટીને 74.59 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વહીવટી અધિકારીઓએ યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે રશિયા સાથે વાતચીત શરૂ કરી ત્યારથી બ્રેન્ટ ક્રૂડના ભાવ ચાર સત્રોમાં 3.1% ઘટ્યા છે.

તેમજ અમેરિકાનું વેસ્ટ ટેક્સાસ ક્રૂડ (WTI) સોમવારે 23 સેન્ટ અથવા 0.3% ઘટીને $70.51 પ્રતિ બેરલ પર હતું. WTI છેલ્લા ચાર સત્રોમાં 3.8% ઘટ્યું છે અને સોમવારે ઘટીને $70.12 પ્રતિ બેરલ થઈ ગયું છે. 30 ડિસેમ્બર પછી WTIમાં આ સૌથી મોટો ઘટાડો છે.

રોઇટર્સ અનુસાર, નિસાન સિક્યોરિટીઝના એકમ એનએસ ટ્રેડિંગના પ્રમુખ હિરોયુકી કિકુકાવાએ જણાવ્યું હતું કે, 'રશિયા-યુક્રેન યુદ્ધવિરામ અને રશિયા પરના પ્રતિબંધો હળવા થવાની સંભાવના પર બજારો મંદી છે. ટ્રમ્પ જે ટેરિફ લાદી રહ્યા છે તેના કારણે મંદીની પણ સંભાવનાઓ છે. જેની અસર ક્રૂડ ઓઈલનાં ભાવ પર થઇ રહી છે.'

નિષ્ણાતોનું કહેવું છે કે, 'WTI થોડા સમય માટે પ્રતિ બેરલ 66-76 ડોલરની વચ્ચે રહેશે કારણ કે ઓઈલના ભાવમાં વધુ ઘટાડો અમેરિકન ઓઈલના ઉત્પાદનને રોકી શકે છે.'

24 ફેબ્રુઆરી, 2022ના રોજ, યુએસ અને યુરોપીય સંઘએ યુક્રેન સાથે યુદ્ધ શરૂ કરવા બદલ રશિયા પર સખત પ્રતિબંધો લાદ્યા હતા, જેમાં તેની ઓઈલની નિકાસને પણ અસર થઈ હતી. રશિયન ઓઈલ પરના પ્રતિબંધને કારણે, રશિયાના સમુદ્ર દ્વારા ઓઈલની સપ્લાય ઘણી ઓછી થઇ ગઈ હતી. 

ભારત વિશ્વમાં ક્રૂડ ઓઈલનો ત્રીજો સૌથી મોટો ઉપભોક્તા છે અને તેની 85%થી વધુ જરૂરિયાતો પૂરી કરવા માટે આયાત પર નિર્ભર છે. આથી રશિયા ભારતનું ટોચનું ક્રૂડ ઓઈલ સપ્લાયર હોવાથી રશિયા અને યુક્રેન વચ્ચેના શાંતિ કરારથી ભારતને ઘણો ફાયદો થવાનો છે.