મેલેરિયાથી 6.10 લાખના મોત, 28.2 નવા કેસ, બે ટેકનિકથી 10 લાખને બચાવાયા
December 04, 2025
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આજે મેલેરિયા અંગેનો એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં કહેવાયું છે કે, મેલેરિયા સામેની લડાઈમાં રસીઓ અને જાળીનો ઉપયોગ કરવાના કારણે 2024માં આશરે 17 કરોડ કેસ અને 10 લાખ લોકોના મોત થતા અટકાવી શકાયા છે. 2024માં અંદાજિત 28.2 કરોડ નવા કેસ નોંધાયા અને કુલ 6,10,000 લોકોના મોત થયા, જે અગાઉના વર્ષ કરતાં વધુ છે. ડબલ્યુએચઓએ ગંભીર ચેતવણી આપી છે કે, દવાઓ સામેનો પ્રતિકાર અને ભંડોળની અછત ચિંતાનો વિષય બન્યો છે. WHO એ જણાવ્યું છે કે, આફ્રિકાના 8 દેશોમાં મુખ્ય સારવાર નિષ્ફળ જઈ રહી છે, જે એક મોટી ચિંતાનો વિષય છે.
સંસ્થાએ જણાવ્યું છે કે, મેલેરિયા સામેની લડાઈમાં બે ઘટકોવાળી જાળી અને WHO દ્વારા માન્યતા પ્રાપ્ત રસીઓનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યા બાદ મેલેરિયાને વધુ ફેલાયો અટકાવવામાં મોટી સફળતા મળી છે. આ જ કારણે અનેક કેસ થતા અટકાવવાની સાથે અનેક લોકોના જીવ પણ બચ્યા છે. WHO દ્વારા 2021માં પ્રથમ મેલેરિયા રસીને મંજૂરી આપવામાં આવ્યા બાદ અત્યાર સુધીમાં 24 દેશોમાં નિયમિત રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ ઉપરાંત મોસમ મુજબ ફેલાતા મેલેરિયાને અટકાવવા માટે દવાઓનો વ્યાપક ઉપયોગ વધારાયો છે, જેમાં 2024માં કુલ 5.40 કરોડ (54 મિલિયન) બાળકોને દવાઓ અપાઈ છે.
ડબલ્યુએચઓના અથાગ પ્રયાસોના કારણે મેલેરિયા મુક્ત દેશોની સંખ્યામાં વધારો થયો છે. 2024માં કાબો વર્ડે અને ઈજિપ્તને જ્યારે 2025માં જ્યોર્જિયા, સુરીનામ અને તિમોર-લેસ્ટે મેલેરિયા મુક્ત જાહેર કરાયા હતા.
WHOના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયેસસે ચેતવણી આપી છે કે, ‘વિશ્વભરમાં કેસ વધી રહ્યા છે અને ડ્રગ રેઝિસ્ટન્સનો ખતરો પણ વધી રહ્યો છે, સાથે જ ભંડોળ પણ ઘટાડવામાં આવી રહ્યા છે. આ કારણે મેલેરિયા સંકટ ટાળવાની કામગીરીને અસર પડી શકે છે.’ સંસ્થાના રિપોર્ટ મુજબ, મેલેરિયાના કારણે 2024માં 28.20 કરોડ કેસ નોંધાયા હતા, જ્યારે 6.10 લાખ લોકોના મૃત્યુ થયા હતા,
Related Articles
PM મોદીએ ગળે લગાવીને કર્યું મિત્ર પુતિનનું સ્વાગત, એક જ કારમાં વડાપ્રધાન આવાસ પહોંચ્યા
PM મોદીએ ગળે લગાવીને કર્યું મિત્ર પુતિનન...
Dec 05, 2025
ગુજરાતી સહિતના ભારતીયોની થૂંકવાની ટેવથી બ્રિટિશરો કંટાળ્યા, સફાઈ માટે અલગ બજેટ ફાળવ્યું
ગુજરાતી સહિતના ભારતીયોની થૂંકવાની ટેવથી...
Dec 04, 2025
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલીદા ઝીયા વેન્ટીલેટર પર
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલીદા ઝીયા...
Dec 02, 2025
સ્વિટ્ઝર્લેન્ડમાં ધનવાનો પર વારસાઈ ટેક્સનો પ્રસ્તાવ 78 ટકા મતથી ફગાવાયો
સ્વિટ્ઝર્લેન્ડમાં ધનવાનો પર વારસાઈ ટેક્સ...
Dec 02, 2025
પાકિસ્તાન ફરી ભડકે બળશે? 'ચલો અડિયાલા' હેઠળ ઈમરાન સમર્થકોનો કાફલો રાવલપિંડી રવાના
પાકિસ્તાન ફરી ભડકે બળશે? 'ચલો અડિયાલા' હ...
Dec 02, 2025
બ્રિટનમાં ભારતીય સ્ટુડન્ટની ચપ્પાના ઘા ઝીંકી હત્યા, શંકાના આધારે 5 આરોપીની ધરપકડ
બ્રિટનમાં ભારતીય સ્ટુડન્ટની ચપ્પાના ઘા ઝ...
Dec 01, 2025
Trending NEWS
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025