અમેરિકામાં સુખી જીવન ઈચ્છતા લોકો માટે આંખ ઉઘાડતો અહેવાલ, અઢી લાખ ભારતીયો ગરીબી રેખા નીચે
April 20, 2024
મળતી માહિતી પ્રમાણે અમેરિકામાં 42 લાખ ભારતીયો રહે છે જેમાંથી ગુજરાતીઓની સંખ્યા સાડા આઠ લાખ જેટલી છે. એ પ્રમાણે ઉપરોક્ત છ ટકાની વાત કરવામાં આવે તો અઢી લાખ ભારતીયો અમેરિકામાં ગરીબીની રેખા નીચે જીવે છે. જેમાં ગુજરાતીઓનું પ્રમાણ 50 હજાર છે. આમાંના મોટા ભાગના એ સર્વે દરમ્યાન જણાવ્યું હતું કે અમેરિકમાં આવવા માટે તેમણે જે આર્થિક સપનું જોયું હતું તે હવે સાવ ધૂંધળું થઈ ગયું છે. PEW Research Centre (2022-2023) દરમ્યાન 7006 જેટલા એશિયન જૂથ પર થયેલા આ સર્વેમાં બર્મા મૂળના અમેરિકન સૌથી વધુ ગરીબીની રેખા નીચે જીવે છે જ્યારે ભારતીય મૂળના અમેરિકનોની સંખ્યા સૌથી ઓછી એટલે કે 6 ટકા છે. ગરીબીની રેખા નજીક જીવતા હોય એવા 42 ટકા એશિયનોમાં શાળાની ફી ભરવાની મુશ્કેલીઓ વર્તાઈ રહી છે. જો કે કોલેજ કક્ષાનું ભણતર આ સમુદાયમાં ખાસ્સું ઓછું છે. અમેરિકામાં 33 ટકા ગરીબીની રેખા નીચે જીવે છે જ્યારે 38 ટકા ગરીબીની રેખાની નજીક છે તેવા લોકો પોતાના ફૂડ માટે આસપાસની સામાજિક સંસ્થાઓ પર આધાર રાખે છે, તેમને ભાડુ ભરવામાં, વીજળીના બિલ ભરવામાં, શિક્ષણ અને આરોગ્યનો ખર્ચ કરવામાં મુશ્કેલી પડે છે. આ સર્વેમાં અમેરિકામાં રહેતા એશિયનમાં 60 ટકા લોકો પોતાના મિત્ર વર્તુળો અને સગાઓ પાસેથી વીજળીના બિલ માટે, ઘરના નિભાવ માટે, નોકરી માટે મદદ લે છે. જ્યારે 21 ટકા એશિયન એવા છે જે ધાર્મિક સંસ્થાઓમાંથી મદદ મેળવે છે જેના માટે અહીંના મંદિરો અને ચર્ચ એક મોટા પાયે સેવા કરે છે. અમેરિકા સ્થિત મંદિરો સાથે સંકળાઈને અનેક ગુજરાતી યુવાનો સેટલ થવાની મદદ મેળવી રહ્યા છે. જે આમાં સમાવિષ્ટ છે.
Related Articles
'ટ્રમ્પ પ્રમુખ છે રાજા નહીં..' બર્થ રાઈટ સિટીઝનશીપ ખતમ કરવા સામે 22 રાજ્યો કોર્ટ પહોંચ્યા
'ટ્રમ્પ પ્રમુખ છે રાજા નહીં..' બર્થ રાઈટ...
અમેરિકામાં હવે 4 દેશોમાંથી ઈમિગ્રેશન પર રોક, ટ્રમ્પ પ્રમુખ બનતાં યુરોપિયન દેશો પણ ચિંતામાં
અમેરિકામાં હવે 4 દેશોમાંથી ઈમિગ્રેશન પર...
Jan 22, 2025
સંજય રોયને ફાંસી માટે મમતા સરકારની HCમાં અપીલ
સંજય રોયને ફાંસી માટે મમતા સરકારની HCમાં...
Jan 22, 2025
ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મોડમાં : 1 ફેબ્રુઆરીથી ચીન પર 10 ટકા ટેરિફ લાદવાની ફિરાકમાં
ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મોડમાં : 1 ફેબ્રુઆર...
Jan 22, 2025
અમેરિકા માટે ભારત મહત્ત્વનું, એસ.જયશંકર સાથે માર્કો રુબિયોની બેઠક
અમેરિકા માટે ભારત મહત્ત્વનું, એસ.જયશંકર...
Jan 22, 2025
હુમલો રોકવામાં નિષ્ફળતા બદલ ઇઝરાયેલના આર્મી ચીફે રાજીનામું આપ્યું
હુમલો રોકવામાં નિષ્ફળતા બદલ ઇઝરાયેલના આર...
Jan 22, 2025
Trending NEWS
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
Jan 22, 2025