સાઉદી અરેબિયામાં રાઈડ તૂટીને જમીન પર પછડાઈ, 23 લોકો ઈજાગ્રસ્ત

July 31, 2025

સાઉદી અરેબિયામાં તાઇફ નજીક એક એમ્યુઝમેન્ટ પાર્કમાં એક રાઈડ તૂટીને જમીન પર પડી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના 31 જુલાઈએ હાડા વિસ્તારના ગ્રીન માઉન્ટેન પાર્કમાં બની હતી અને જેમાં ઓછામાં ઓછા 23 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ તમામને ઘટના સ્થળે પ્રાથમિક સારવાર અપાયા બાદ હોસ્પિટલ ખસેડાયા હતા.

ધ ખલીલ ટાઇમ્સના અનુસાર, લોકો પાર્કમાં 360 ડિગ્રી સવારીનો આનંદ લઈ રહ્યા હતા. રાઈડ પેંડુલમની જેમ આગળ-પાછળ ઝૂલી રહ્યા હતા, ત્યારે અચાનક વચ્ચે આ રાઈડ તૂટીને જમીન પર પછડાઈ હતી. હાલ, આ તમામ રાઈડને બંધ કરી દેવામાં આવી છે અને આખા પાર્કમાં સુરક્ષા નિરિક્ષણ ચાલી રહ્યું છે.

વીડિયોમાં લોકો રાઈડનો આનંદ લેતા નજરે પડી રહ્યા છે. અચાનક જોરથી અવાજ આવે છે અને રાઈડ જમીન પર તૂટી પડે છે. રાઈડમાં સવાર લોકો ચીસો પાડતા નજરે પડે છે, પ્રાર્થના કરતા નજરે પડી રહ્યા છે. આ દુર્ઘટનાનો વીડિયો જોવામાં જ ભયાનક નજરે આવી રહ્યો છે.