અમેરિકામાં માર્ગ અકસ્માત : મૂળ ગુજરાતી પરિવારના ચાર સીનિયર સિટીઝનના મોત

August 04, 2025

વોશિંગ્ટન: અમેરિકામાં સડક યાત્રા દરમિયાન લાપતા થયેલા ગુજરાતી મૂળના પરિવારના  ચાર સીનિયર સિટીઝન રવિવારે મૃત અવસ્થામાં મળી આવ્યા છે. માર્શલ કાઉન્ટી શેરીફ ઓફિસે તમામ વરિષ્ઠ નાગરિકોનું કાર અકસ્માતમાં મૃત્યુ થવાને સમર્થન આપ્યું છે. મૃત્યુ પામેલા તમામ લોકોની ઉંમર ૮૦ વર્ષથી વધુ છે. 

શેરિફ ઓફિસના એક નિવેદન અનુસાર તેમનું વાહન બિગ વ્હીલિંગ ક્રીક રોડની પાસ એક ઢાળ પર ક્ષતિગ્રસ્ત  સ્થિતિમાં મળી આવ્યું હતું. આ વિસ્તાર ખૂબ જ અંતરિયાળ હતું. જેના કારણે બચાવ દળને દુર્ઘટના સ્થળ સુધી પહોંચવામાં પાંચ કલાકથી વધુ સમય લાગ્યો હતોે.  તેમણે જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ ૮૯ વર્ષીય ડો. કિશોર દીવાન, ૮૫ વર્ષીય આશા દીવાન, ૮૬ વર્ષીય શૈલેશ દીવાન અને ૮૪ વર્ષીય ગીતા દિવાન તરીકે કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ ૨૯ જુલાઇએ પેન્સિલવેનિયાના એરીમાં પીચ સ્ટ્રીટ પર એક બર્ગર કિંગ આઉટલેટ પર દેખાયા હતાં. તેમણ અહીં છેલ્લી વખત ે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યુ હતું. શેરિફ માઇક ડોઘર્ટીએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દુર્ઘટનાના કારણો જાણવા તપાસ ચાલુ છે. આ તમામ લોકો માર્શલ કાઉન્ટી સ્થિત પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ  પેલેસ ઓફ ગોલ્ડ જઇ રહ્યાં હતાં અને ૨૯ જુલાઇએ તેમનું ત્યાં જ રોકાવાનું આયોજન હતું.